તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
પાકિસ્તાન સામે વિરાટ કોહલીની શાનદાર સદી ફટકારી : અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી
-વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં 111 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી: સૌથી ઝડપી 14000 રન પુરા કર્યા :. વનડેમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારો બેટર બન્યો :વનડેમાં સૌથી વધુ કેચ પકડનારા ભારતીય ફીલ્ડર બની ગયા.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેણે 15 મહિના પછી ODI ક્રિકેટમાં પોતાની સદી ફટકારી. તેણે રવિવારે (23 ફેબ્રુઆરી) આ સિદ્ધિ હાંસલ કરી. કોહલીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામેની મેચમાં 111 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી.
, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. મેચમાં પાકિસ્તાને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટથી મેચ જીતી લીધી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અનેક ઐતિહાસિક રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો જબરદસ્ત રેકૉર્ડ તોડ્યો છે. કોહલી હવે વનડે (ODI) ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂરા કરવાનો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. જણાવી દઈએ કે, વનડેમાં વિરાટ કોહલી દુનિયામાં માત્ર ત્રીજો બેટર છે, જે 14 હજાર રનને પાર પહોંચ્યો છે. આ અગાઉ સચિન તેંદુલકર અને કુમાર સંગકારા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
કોહલીએ આ ઉપલબ્ધિ 299મી વનડે મેચની 287મી ઈનિંગમાં હાંસલ કરી છે. આ પહેલા આ રેકૉર્ડ સચિનના નામે હતો, જેમણે 350મી ઈનિંગમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો. સચિન બાદ શ્રીલંકાના કુમાર સંગકારાનો નંબર હતો, જેમણે 378 ઈનિંગ્સમાં 14 હજાર વનડે રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેના મુકાબલામાં ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ તેઓ પોતાના નામે વધુ એક રેકૉર્ડ કરી લીધો છે. વિરાટ કોહલી વનડેમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારો બેટર બની ગયો છે. આ મામલે વિરાટ કોહલીએ સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ 23 વખત 50+ સ્કોર કર્યો છે, જ્યારે સચિન તેંદુલકરે પણ 23 વખત 50+ સ્કોર કર્યો હતો. જ્યારે રોહિત શર્માએ 18 વખત, કુમાર સંગકારાએ 17 વખત અને રિકી પોન્ટિંગે 16 વખત 50+ સ્કોર કર્યો હતો.
દુબઈમાં રમાઈ રહેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરી અને પાકિસ્તાનને 241 રન પર ઑલઆઉટ કરી દીધું. પાકિસ્તાનને ઑલઆઉટ કરવામાં વિરાટ કોહલીએ પણ પોતાનું યોગદાન આપ્યું, જેમણે આ દરમિયાન બે કેચ પકડ્યા. જેમાં પહેલા કેચની સાથે જ તેઓ ભારતના સૌથી સફળ ફીલ્ડર બની ગયા. પાકિસ્તાની ઈનિંગની 47મી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર વિરાટ કોહલીએ લૉન્ગ ઑન પર નસીમ શાહનો કેચ પકડ્યો અને તેની સાથે જ તેઓ વનડેમાં સૌથી વધુ કેચ પકડનારા ભારતીય ફીલ્ડર બની ગયા.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
