તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
કપ્તાન રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયેલ પરંતુ તમામ રન ચોક્કા અને છક્કાથી ફટકાર્યા: જાડેજાએ તાહિરને ક્લીન બોલ્ડ કર્યો અને લાજવાબ કેચ પકડ્યો

સૌપ્રથમ ભારતીય કપ્તાન રોહિત શર્મા ૧૫ બોલ પર એક સિક્સર અને ચાર ચોક્કા સાથે ૨૦ રન બનાવીને શાહીન અફ્રિદીના બોલ પર આઉટ થયો હતો. શર્માએ તમામ રન ચોક્કા અને છક્કાથી ફટકારેલ.
ત્યાર બાદ વિરાટ કોહલી અને શુભમન ગિલ ક્રિઝ પર ટકી રહ્યા હતા. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે ૧૫૦ રન હતો અને થોડા જ સમય બાદ સ્કોર ૧૬૫/૫ થઈ ગયો હતો.
કુલદીપ યાદવે ઉપરા ઉપર બે દડામાં પાકિસ્તાનની છઠ્ઠી અને સાતમી વિકેટ ઝડપી સલમાન આગા અને શાહીન આફ્રિદીને પેવેલિયન ભેગા કરી દીધા હતા. અગાઉ બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષર પટેલને આવી તક મળી હતી. જો કે બંને બોલર્સ આ તકોને હેટ્રીકમાં કન્વર્ટ કરી શક્યા નહોતા.
રવિન્દ્ર જાડેજાએ પોતાની છઠ્ઠી ઓવરના પહેલા જ બોલે તાહિરને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ જાડેજાએ કુલદીપ યાદવની બોલિંગ દરમિયાન આગાનો શાનદાર કેચ ઝડપેલ.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
