News of Monday, 24th February 2025
ધોનીએ સન્ની દેઓલ સાથે બેસીને આનંદ માણ્યો
ધોની જે મુંબઈમાં એક જાહેરાતના શૂટિંગમાં વ્યસ્ત હતો, તેણે ત્યાં પોતાનું કામ બંધ કર્યું અને થોડીવાર માટે મેચ જોવાનું શરૂ કર્યુ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માટે ચાહકો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકઠા થયા હતા, પરંતુ ચાહકો પણ પોતપોતાના દ્યરે આ મેચનો આનંદ માણી રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની, જે ઘણીવાર ચાહકોની નજરથી દૂર રહે છે, તે આ મેચ જોવાથી પોતાને રોકી શક્યો નહીં અને પોતાનું કામ બંધ કરીને મેચ જોવા બેસી ગયો હતો. ધોની, જે મુંબઈમાં એક જાહેરાતના શૂટિંગમાં વ્યસ્ત હતો, તેણે ત્યાં પોતાનું કામ બંધ કર્યું અને થોડીવાર માટે મેચ જોવાનું શરૂ કર્યું. આ દરમિયાન શૂટિંગ સાથે સંકળાયેલા દ્યણા લોકો પણ તેમની સાથે બેઠા હતા
આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ પણ ત્યાં પહોંચી ગયા હતા. ફિલ્મ ગદરમાં પાકિસ્તાનના છક્કા છોડાવનાર ‘તારા સિંહ'ની ભૂમિકા ભજવનાર સની દેઓલ આવતાની સાથે જ ધોની પણ ઉભો થયો અને સ્ટાર અભિનેતાને ગળે લગાવીને મેચ જોવા માટે કહ્યું. પછી બંને સ્ટાર્સે થોડો સમય સાથે બેસીને મેચનો આનંદ માણ્યો. મેચના પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર બંનેની મુલાકાત અને મેચ જોવાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
