તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
કોહલીની ઐતહાસિક સિદ્વિઃ વનડેમાં સૌથી ઝડપી ૧૪ હજાર રન બનાવ્યા

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. વિરાટે એક ખાસ યાદીમાં દુનિયાના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે
પાકિસ્તાન સામેની આ મેચમાં ૧૫ રન બનાવીને વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાના ૧૪૦૦૦ રન પૂરા કર્યા. તમને જણાવી દઈએ કે, વિરાટ વિશ્વનો ફક્ત ત્રીજો બેટ્સમેન છે જેણે વન-ડેમાં ૧૪ હજાર રનનો આંકડો સ્પર્શ્યો છે. વિરાટ પહેલા કુમાર સંગાકારા ૧૪૨૩૪ રન સાથે બીજા સ્થાને છે અને સચિન ૧૮૪૨૬ રન સાથે પ્રથમ સ્થાને છે.
વિરાટ પહેલા સચિન તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. પરંતુ વિરાટ કોહલીએ વનડેમાં સૌથી ઝડપી ૧૪૦૦૦ રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે ૩૫૯મી મેચની ૩૫૦જ્રાક ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જયારે, વિરાટ કોહલીએ ૨૯૯મી મેચની ૨૮૭ની ઈનિંગમાં આ કારનામું કર્યું છે
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
