તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
ગિલ તો શું ભારતના એક એક ખેલાડીને જોઇ લઇશું, પહેલા પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફે પોતાના તેવર બતાવ્યા હતા

નવી દિલ્હીઃ મેચ પહેલા પાક. બોલર હરિસ રૌફે મીડિયા સાથે વાતચીત કરતા ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલ વિરૂધ્ધ પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેના જવાબમાં તેણે કહ્યું કે, મેચ માત્ર શુભમન ગિલને જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને જોઈશું અને તેમને ટાર્ગેટ કરીશું. અમે મેદાનમાં જઈને પિચ જોઈશું અને પછી તે પ્રમાણે તેમની સામે પ્લાનિંગ કરીશું.
રૌફે કહ્યું, અમે આ મેદાન પર ભારતને બે વાર હરાવ્યું છે. આ વખતે પણ અમારો ઉદ્દેશ્ય ફરી ભારતને હરાવી એ પ્રદર્શનનું પુનરાવર્તન કરીશું. મને વિશ્વાસ છે કે અમારી ટીમ આ કામ કરવામાં કામયાબ રહેશે અને તમને એક સારી મેચ જોવા મળશે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
