News of Thursday, 27th February 2025
'અફઘાન જલેબી' પર નાચ્યા ઈરફાન પઠાણ:અફઘાનિસ્તાનની જીત પર શોએબ અખ્તરે કહ્યું -મારું દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું
રોમાંચક મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 8 રને હરાવીને ધમાકેદાર જીત મેળવી: જીત પર ઈરફાન પઠાણ અને શોએબ અખ્તરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઉજવણીની વીડિયો વાયરલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગઈકાલે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મેચ યોજાઈ હતી. જેમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 8 રને હરાવીને ધમાકેદાર જીત મેળવી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનની જીત પર ઈરફાન પઠાણ અને શોએબ અખ્તરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઉજવણીની વીડિયો વાયરલ થયો છે.
અફઘાનિસ્તાનની જીત બાદ સમગ્ર ક્રિકેટની દુનિયામાં આનંદ જોવા મળી રહ્યો છે. આ ટીમ સતત ઈન્ટરનેશનલ લેવલે સારું પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 325 રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડની ટીમે 49.5 ઓવરમાં 317 રનમાં સમેટાઈ ગઈ હતી.
અફઘાનિસ્તાનની જીત બાદ ઈરફાન પઠાણ 'અફઘાન જલેબી' પર ડાન્સ કરી ખુશીની ઉજવણી કરતાં નજરે પડ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે અફઘાનિસ્તાનની જીત વખતની લાસ્ટ મોમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેમાં તેઓટીમને જીત માટે અભિનંદન આપતાં નજરે પડી રહ્યા છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
