News of Thursday, 27th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફી પુર્ણ થયા બાદ આ દિગ્ગજ ખેલાડીઓ લઇ શકે છે નિવૃતિ
જોરૂટ-મુશ્ફીકુર રહીમ-ગ્લેન મેકસવેલ રોહિત-વિરાટ ર૦ર૭ વન-ડે વર્લ્ડકપ સુધી રમતા જોવા મળશે

નવી દિલ્હીઃ મીની વર્લ્ડકપ કહેવાતી આઇસીસી ચેમ્પીયન્સ ટ્રોફી ર૦રપ તેના અંતીમ તબકકા તરફ આગળ વધી રહી છે. આ ટુર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન છે પણ સુરક્ષાના કારણોસર ભારત પોતાના મેચ દુબઇમાં રમી રહયું છે. ભારત અને ન્યુઝીલેનડની ટીમોએ અત્યાર સુધીમાં સેમીફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. જયારે પાકીસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ટુર્નામેન્ટ માંથી બહાર ફેકાઇ ગઇ છે.
આ ટુર્નામેન્ટમાં કેટલાક ખેલાડીઓએ ફોર્મ પાછુ મેળવીને શાનદાર પ્રદર્શન કર્યુ છે તો કેટલાક દિગ્ગજ ખેલાડીઓનું બેટ ખાસ નથી ચાલી રહયું. કેટલાક ક્રિકેટરો આ ટુર્નામેન્ટ પછી સન્યાસ લઇ શકે છે. આવો જાણીએ એવા પાંચ ખેલાડીઓના નામ.
જો રૂટ-ઇંગ્લેન્ડઃ આઇસીસી ચેમ્પીયન્સ ટ્રોફીમાં ઇંગ્લેડની ટીમના સ્ટાર બેટસમેન જો રૂટ શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલીયા સામેના મેચમાં રૂટે ૬૮ રન બનાવ્યા. જયારે અફઘાનીસ્તાન સામે ૧ર૦ રન બનાવ્યા હતા પણ ઇંગ્લેડને બન્ને મેચ હારી ગયું. જો રૂટની વધતી ઉમરના કારણે એ અનુમાન થઇ રહયું છે કે તે આ ટુર્નામેન્ટ પુરી થતા સન્યાસની જાહેરાત કરી શકે છે.
મુશફીકુર રહીમ-બાંગ્લાદેશઃ ૩૭ વર્ષના વિકેટકીપર બેટસમેન મુશફીકુર રહીમનું ચેમ્પીયન્સ ટ્રોફીના બે મેચોમાં પ્રદર્શન બહુ ખરાબ રહયું છે. ભારત સામે તેણે ખાતુ પણ ન હોતુ ખોલાવ્યુ અને ન્યુઝીલેન્ડ સામે માત્ર બે રન કર્યા હતાં. તેના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખતા એવી અટકળો થઇ રહી છે ચેમ્પીયન્સ ટ્રોફી પછી તે સન્યાસની જાહેરાત કરી શકે છે.
ગ્લેન મેકસવેલ-ઓસ્ટ્રેલીયાઃ ઓસ્ટ્રેલીયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મેકસવેલે ઇંગ્લેંડ વિરૂધ્ધ અણનમ ૩૭ રન કર્યા હતાં. તો બોલીંગમાં એક વિકેટ પણ લીધી હતી. મેકસવેલની વધતી ઉમરના કારણે એવી અટકળો થઇ રહી છે કે તે સન્યાસ લઇ શકે છે.
પાકીસ્તાનનો સ્ટાર ઓપનર ચેમ્પીયન્સ ટ્રોફીના ઓપનીંગ મેચમાં જ ઘાયલ થયા પછી ટુર્નામેન્ટ માંથી બહાર ફેકાઇ ગયો હો. ટુર્નામેન્ટ માંથી બહાર થયા પછી તેણે શેર કરેલ એક પોસ્ટથી એવું માનવામાં આવી રહયું છે કે તે ટુંક સમયમાં સન્યાસની જાહેરાત કરી શકે છે.
જો કે ભારતના કેપ્ટન રોહીત શર્મા અને વિરાટ કોહલી ચેમ્પીયન્સ ટ્રોફી પછી સન્યાસ લે તેવી આશા બહુ ઓછી છે. એવું માનવામાં આવી રહયું છે કે આ બંને બેટરોનો ર૦ર૭ વનડે વર્લ્ડકપ રમતા જોવા મળી શકે છે. (૩પ.૧ર)
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
