<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

આઇસીસી વન-ડે રેન્‍કીંગઃ ગિલ પ્રથમ સ્‍થાને યથાવતઃ કોહલી ટોપ ફાઇવમાં: રોહત ત્રીજા ક્રમે

નવી દિલ્‍હીઃ ભારતના સુપરસ્‍ટાર બેટર વિરાટ કહોલીને આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદ આઇસીસીની તાજેતરની વન-ડે રેન્‍કિંગમાં ફાયદો થયો છે. તે ટોચનાં પ માં પાછો આવી ગયો છે.

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં સારા પ્રદર્શનને કારણે ઓપનર શુભમ ગિલ (પ્રથમ) અને કેપ્‍ટન રોહત શર્મા (ત્રીજા) એ બેટિંગ રેન્‍કિંગમાં પોતાનું વર્ચસ્‍વ જાળવી રાખ્‍યું છે. કુલદીપ નંબર ૩ વનડે બોલર છે.  

ગિલે રેન્‍કિંગમાં ટોચ પર પોતાની લીડ ૪૭ રેટિંગ પોઇન્‍ટ સુધી વધારી દીધી છે. જયારે પાકિસ્‍તાનના પૂર્વ કેપ્‍ટન બાબર આઝમનું ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં અત્‍યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે તેમ છતાં બીજા સ્‍થાને છે.

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં વનડે બેટરોની યાદીમાં ટોપ ૧૦ માં સ્‍થાન મેળવનાર કોહલી એકમાત્ર ખેલાડી છે. આઇસીસી દ્વારા અપડેટ કરાયેલા નવા રેન્‍કિંગમાં ઘણા ખેલાડીઓ ટોપ ૧૦ માંથી બહાર થઇ ગયા છે. 

(2:36 PM IST)