<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

‘‘ઇશ્‍ક છૂપતા નહીં છૂપાને સે...'' હાર્દિક ગોઠવાઈ ગયો, વીડિયો જોઈને તમે માની જશો

નવી દિલ્‍હીઃ કહે છે કે, પ્રેમ છુપાવાથી છુપાતો નથી, પછી તે સામાન્‍ય માણસ હોય કે સેલેબ્રિટી. લાખ છુપાવવાનો પ્રયત્‍ન થાય પણ દુનિયાને ખબર પડી જાય છે કે, બે દિલો વચ્‍ચે શું ખીચડી રંધાઈ રહી છે. ક્‍યારેક આંખો પ્રેમ વ્‍યક્‍ત કરી દે છે, તો ક્‍યારે અજાણતા જ કંઈક એવા ઇશારા થઈ જાય છે જેનાથી કહાની ખુલી કિતાબ જેવી દેખાવા લાગે છે.

દુબઈના મેદાન પર પણ કંઈક એવું જ જોવા મળ્‍યું, જેને જોઈને એ કહાની પરથી પડદો ઉઠી ગયો જેને છુપાવવાના ઘણાં દિવસોથી પ્રયત્‍ન ચાલી રહ્યાં હતા. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની મેચ જોવા માટે દુનિયાભરમાંથી લોકો દુબઈ પહોંચ્‍યાં તેમાંથી જ એક ચહેરો હતો જેનું દિલ લાગ્‍યુ હતુ એવા દિલ દાઝયા ક્રિકેટર સાથે જેનો ખુલાસો ત્‍યારે થયો જયારે ભારતીય ટીમ બોલિંગ કરી રહી હતી.

ઓલરાઉન્‍ડર હાર્દિક પંડ્‍યા મેદાન પર તેમના પ્રદર્શનને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા તેમનું નામ વિદેશી સિંગર જૈસ્‍મીન વાલિયા સાથે જોડવામાં આવ્‍યું હતું. હાર્દિકે ગયા વર્ષે જુલાઈમાં સર્બિયન ડાન્‍સર નતાશા સ્‍ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા. ત્‍યારબાદ તેમની અને જૈસ્‍મીન વાલિયા વચ્‍ચેના સંબંધોની અફવાઓ ફેલાઈ હતી. જૈસ્‍મીન દુબઈમાં ભારત-પાકિસ્‍તાન મેચનો આનંદ લેતા જોવા મળી હતી.

હવે તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોઈને ફ્‌લાઈંગ કિસ આપતા દેખાઈ રહી છે.  વાયરલ વીડિયોમાં જોવામાં આવે તો પાકિસ્‍તાની ઇનિંગની ૧૧ ઓવર પૂરી થયા પછી જૈસ્‍મીન વાલિયા ફ્‌લાઈંગ કિસ આપતા જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે, ૧૧મી ઓવર હાર્દિક પંડ્‍યા જ કરી રહ્યો હતો. પરંતુ વીડિયોને જોઈને આ વાતની પુષ્ટિ કરવી મુશ્‍કેલ છે કે જૈસ્‍મીન હાર્દિકને જ ફ્‌લાઈંગ કિસ મોકલી રહી હતી.

જૈસ્‍મીન વાલિયા મૂળ ભારતીય છે, પરંતુ તેમનો જન્‍મ ઇંગ્‍લેન્‍ડમાં થયો હતો. તે વ્‍યવસાયે ગાયિકા, અભિનેત્રી અને ટીવી શોમાં પણ કામ કરી રહી છે. તેમને વર્ષ ૨૦૧૦માં ‘ધ ઓનલી વે ઇઝ એસેક્‍સ'શો માટે સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. તેના થોડા વર્ષો પછી, ૨૦૧૪ માં તેણે પોતાની યૂટ્‍યુબ ચેનલ શરૂ કરી, જયાં તે પોતાની સંગીત સાથે જોડાયેલી પ્રતિભાઓ દર્શકો સમક્ષ રજૂ કરતી રહી છે. પરંતુ ભારતમાં તેમની લોકપ્રિયતા ત્‍યારે વધી જયારે તેમનું નામ હાર્દિક સાથે જોડાયું.

(2:38 PM IST)