News of Thursday, 27th February 2025
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રોહિતને આરામ અપાશે?
પાક.સામેના મેચમાં ઇજા થઇ હતી, નેટ પ્રેકટીસ કરી ન હતીઃ રવિવારના મેચમાં : ગિલ કેપ્ટન બની શકેઃ ઋષભપંત અથવા વોશિંગ્ટન સુંદરને ચાન્સ મળી શકે

નવી દિલ્હીઃ રોહિત શર્મા માટે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ રમવી મુશ્કેલ લાગી રહ્યું છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિヘતિ કરી ચૂકી છે અને ૨ માર્ચે ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી ગ્રુપ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે, પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચ માટે કેપ્ટન રોહિતની ઉપલબ્ધતા અંગે ચિંતિત છે. રવિવારે પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન રોહિત હેમસ્ટ્રિંગની સમસ્યાથી પીડાતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તે થોડા સમય માટે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો.
હવે બે દિવસના બ્રેક બાદ જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે રોહિત એકમાત્ર એવો બેટ્સમેન હતો જે નેટ નહોતો. બાદમાં તે સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે તાલીમ લેતા જોવા મળ્યો હતો. તેણે થોડી વાર જોગિંગ કરી પણ નેટ પર જવા માટે પોતાને તૈયાર ન કરી શકયો.
એક અહેવાલ પ્રમાણે રોહિત ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. ભારતીય ટીમ ૨ માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે અને બે દિવસ બાદ એટલે કે ૪ માર્ચે સેમિફાઈનલ રમશે. આવી સ્થિતિમાં આગામી થોડા દિવસો એ નક્કી કરી શકે છે કે રોહિત રવિવારે મેદાનમાં ઉતરશે કે નહીં.
જો ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવે તો શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો દેખાશે. બીજી તરફ ભારત તેના સ્થાને ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરના નામો પર વિચાર કરી રહ્યું છે. બંને ડાબા હાથના બેટ્સમેનોએ નેટ સેશનમાં ખૂબ પ્રેક્ટિસ કરી.(૩૮.૧૬)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
