<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

રોહીત દુબઇની શેરીઓમાં ફરવા નીકળ્‍યોઃ ક્રિકેટ ફેન્‍સ વળગી પડયા

ભારતીય ટીમે બીજી માર્ચની ન્‍યુઝીલેન્‍ડ સામેની અંતિમ ગ્રુપ-સ્‍ટેજ મેચ માટે ગઇકાલે પ્રેકિટસ- સેશન શરૂ કર્યું હતું

દુબઇઃ ભારતીય કેપ્‍ટન રોહિત શર્મા અને ફીલ્‍ડીંગ કોચ ટી.દિલીપના દુબઇથી કેટલાક વિડિયો સોશ્ચલ મીડીયા પર ભારે  વાઇરલ થયા છે. એક વિડીયોમાં બંન્ને દુબઇની એક માર્કેટમાં કોઇ પણ સુરક્ષાકર્મી વગર ટોપી પહેરીને ફરતા જોવા મળે છે. દુબઇમાં કોઇ ઓળખશે નહીં એવા વહેમ સાથે મંગળવારે સાંજે હોટલથી ઉપડેલા બન્ને જણને થોડી જ વારમાં ક્રિકેટ- ફેન્‍સ ઓળખી ગયા હતા.

એક પછી એક ફેન્‍સે ફોન કાઢી સેલ્‍ફી લેવાનું શરૂ કરતાં રોહિત અને દિલીપે એક શોરૂમમાં એન્‍ટ્રી કરીને શટર બંધ કરાવવાની ફરજ પાડી હતી. વાઇરલ વિડીયો અનુસાર એક-બે સ્‍થાનિક સુરક્ષાકર્મીની મદદ લઇને બન્ને અનેક ફેન્‍સની ભીડ વચ્‍ચેથી હોટેલ સુધી હેમખેમ પહોંચ્‍યા હતા. ભારતીય ટીમે બીજી માર્ચની ન્‍યુઝીલેન્‍ડ સામેની અંતિમ ગ્રુપ સ્‍ટેજ મેચ માટે ગઇકાલે પ્રેકિટસ- સેશન શરૂ કર્યું હતું.(૨.૨૪)

(3:54 PM IST)