News of Friday, 28th February 2025
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટ: વડોદરામાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટિમ વચ્ચે મુકાબલો
ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમના કેપ્ટન શેન વોટ્સન અને શોન માર્શ, ઇન્ડિયન માસ્ટર્સ ટીમના સચિન તેંડુલકર સહીત સમગ્ર ટીમ વડોદરા પહોંચ્યા

વડોદરા નજીક કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આવતીકાલ થી તા. 28 ફેબ્રુઆરી રમાનાર ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ મેચોમાં વિવિધ ટીમો ભાગ લેશે. આવતી કાલે પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે. જેમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમના કેપ્ટન શેન વોટ્સન અને શોન માર્શ, ઇન્ડિયન માસ્ટર્સ ટીમના સચિન તેંડુલકર સહીત સમગ્ર ટીમ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી અને તાજ વિવાંતા હોટલમાં રોકાઈ છે. આજે સાઉથ આફ્રિકાના તેમજ શ્રીલંકાના ટિમ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી, જયાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો પૂર્વ લેજેન્ડરી ક્રિકેટરોની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટ 28 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી યોજાશે. આવતી કાલે કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેની પ્રથમ મેચથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટ પ્રારંભ થશે. આજે શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા પોતાની ટીમ સાથે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા જયા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
વડોદરાની ધરતી પર ક્રિકેટ જગતના પૂર્વ લેજેન્ડરી ક્રિકેટરોનું આગમન થઇ રહ્યું છે. ગત રોજ માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર તેમની ટીમ સાથે વડોદરા આવી પહોંચ્યા હતા, ત્યારે આજે સાઉથ આફ્રિકાના બેટ્સમેન જેક કાલિસ તેમજ શ્રીલંકા ના વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા પોતાની ટીમ સાથે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા છે.
આવતી કાલે કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેની પ્રથમ મેચ રમાશે, ત્યારે ક્રિકેટના મહાન ખેલાડીઓ મેદાન પર ફરી એકવાર એક્શનમાં જોવા મળશે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
