<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

વર્લ્ડ કપ 2023નું પુનરાવર્તન :ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે?

વર્લ્ડ કપ 2023માં પણ ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં પ્રવેશી હતી. જેમાં ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો રમાયો હતો

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ચારેય સેમિફાઈનલિસ્ટ લગભગ નક્કી થઈ ગયા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સેમિફાઈનલમાં એન્ટ્ર કરી ચૂકી છે. જ્યારે સેમિફાઈનલમાં પ્રવેશનારી ચોથી ટીમ સાઉથ આફ્રિકા હશે. સાઉથ આફ્રિકા જો ઈંગ્લેન્ડ સામેની મેચમાં હારી જશે તો પણ સેમિફાઈનલમાં પ્રવેશ જશે, જો કે, તેમની હાર 207 રનથી વધુના અંતરથી ન હોવી જોઈએ. આવી સ્થિતિમાં, વર્લ્ડ કપ 2023નું રિપીટ ટેલિકાસ્ટ જોવા મળી શકે છે.

આઈસીસી વર્લ્ડ કપ 2023માં પણ ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં પ્રવેશી હતી. જેમાં ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો રમાયો હતો. ત્યારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો રમાઈ શકે છે. જાણો આ કેવી રીતે સંભવ છે.

આનો સરળ જવાબ છે કે, જો પ્રથમ સેમિફાઈનલમાં ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાય અને બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ અને બંને ટીમો તેમની સેમિફાઈનલમાં જીત મેળવો તો તેમની વચ્ચે આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ટક્કર થઈ શકે છે.

અન્ય એક પરિસ્થિતિમાં, સેમિફાઈનલમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ શકે છે. જો સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડ હરાવી દીધું તો પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને આવી જશે, જ્યારે ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી દીધું તો તે ગ્રુપ એમાં ટોચના સ્થાને આવી જશે. આવી સ્થિતિમાં, બંને વચ્ચે સેમિફાઈનલ મેચ રમાઈ શકે છે.

(11:57 AM IST)