તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ટીમ ઈન્ડિયા ‘‘રેસ્ટ ફોર્મ્યુલા'', અપનાવશે ! રોહિત શર્માને આપશે આરામ ?: રિષભ પંતને મળશે તક!
ભારતીય ટીમ ૪ માર્ચે દુબઈમાં તેની સેમીફાઈનલ રમશેઃ કઈ ટીમ સામે ટકરાશે તે પણ કાલે નક્કી થશે : કાલે ભારત-ન્યુઝીલેન્ડ જંગ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતળત્વમાં ભારતીય ટીમે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ૬ વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ તેણે પાકિસ્તાનને પણ છ વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ સતત બે જીત નોંધાવીને સેમિફાઇનલમાં પહોંચી છે. હવે ભારતીય ટીમ ૪ માર્ચે દુબઈમાં તેની સેમીફાઈનલ રમશે. જો કે, તે કઈ ટીમ સામે ટકરાશે તે ૨ માર્ચ (રવિવાર)ના રોજ જ નક્કી થશે.
આવતી કાલે ૨ માર્ચે ભારતીય ટીમ તેની છેલ્લી ગ્રુપ મેચ ન્યુઝીલેન્ડ સામે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. સેમિફાઇનલ પહેલા આ મેચ ભારતીય ટીમ માટે પ્રેક્ટિસ મેચથી ઓછી નહીં હોય. આ મેચ માટે ભારતીય ટીમમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કેપ્ટનશીપ કરી શકે છે. જ્યારે રોહિત શર્મા આરામ લેવાનો નિર્ણય લઈ શકે છે. રોહિત પાકિસ્તાન સામેની મેચમાં હેમસ્ટ્રિંગની સમસ્યાથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત સેમીફાઈનલ પહેલા પોતાની ઈજાને વધુ વધારવા ઈચ્છશે નહીં. શુભમન ગિલ નાદુરસ્ત હોવાના કારણે પ્રેક્ટિસ માટે આવ્યો ન હતો. જો કે, બીજા દિવસે શુભમન નેટ્સ પર પાછો ફર્યો અને નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ કરી હતી.
જો રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર રહે છે તો ઋષભ પંત અથવા વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ-૧૧માં સામેલ કરી શકાય છે. રિષભને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. રિષભે નેટ્સમાં ઘણો સમય બેટિંગ કરી હતી. બીજી તરફ સુંદર પણ પોતાના વારાની રાહ જોઈ રહ્યો છે. ભારતીય ટીમ પાસે બેકઅપ ઓપનર નથી, તેથી જો રોહિત શર્મા આઉટ થાય તો શુભમન ગિલ અને કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. કેએલ રાહુલે છેલ્લા બે-ત્રણ વર્ષમાં વન-ડે ઈન્ટરનેશનલમાં માત્ર મિડલ ઓર્ડરમાં જ બેટિંગ કરી છે, પરંતુ રોહિતના આઉટ થવાની સ્થિતિમાં બેટિંગ ક્રમમાં ફેરફાર થશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ ચક્રવળત્તિ, હરદીપસિંહ, અરશસિંહ, સુકાની, શ્રેયસ અરવિંદ. નોન-ટ્રાવેલિંગ અવેજીઃ યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે
ન્યુઝીલેન્ડની ટીમઃ મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, કાયલ જેમીસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, વિલ ઓઁરોર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, જેકબ ડફી, નાથન સ્મિથ, યુ કેન વિલિયમ્સન.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
