<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

રવિન્‍દ્ર જાડેજાએ અપિલ કરવાની સાથે જ પિચ ઉપર દોડવા લાગ્‍યો

કોમેન્‍ટેટર સાઇમન ડુલે નારાજગી વ્‍યકત કરી

 મુંબઇઃ રવિન્‍દ્ર જાડેજાએ કંઈક એવું કર્યું જેના કારણે ન્‍યૂઝીલેન્‍ડના ક્રિકેટ કમેન્‍ટેટર સાઈમન ડૂલે તેની પર નિશાન સાધ્‍યું છે. ન્‍યુઝીલેન્‍ડ સામેના મેચમાં રવિન્‍દ્ર જાડેજા બોલ ફેંકવાના તાત્‍કાલિક બાદ એલબીડબલ્‍યૂની અપીલ કરતાં અને વિકેટનો જશ્ન મનાવતાં પિચની વચ્‍ચોવચ્‍ચ દોડવા લાગ્‍યો. સાઈમન ડૂલે રવિન્‍દ્ર જાડેજાની પિચની વચ્‍ચોવચ્‍ચ દોડવા પર વાંધો વ્‍યક્‍ત કર્યો છે. સામાન્‍ય રીતે ખેલાડીઓને આ પ્રકારની હરકતો માટે ચેતવણી આપવામાં આવે છે જેથી પિચને નુકસાન ન પહોંચે પરંતુ આ મામલે અમ્‍પાયરોએ દખલગિરી ન કરવાનો નિર્ણય કર્યો. નિયમોના ઉલ્લંદ્યન છતાં એક્‍શન ન લેવા પર સવાલ ઉઠાવતાં સાઈમન ડુલે પોતાની પ્રતિક્રિયા આપી છે સાઈમન ડૂલે કહ્યું, આને  જુઓ. તમે આવું કરી શકો નહીં. (આ સાથે) ચેતવણી આપવી જોઈતી હતી. ખેલાડીઓને પિચના ડન્‍ેજર એરિયા પર પગલું મૂકવા પર ચેતવણી આપવામાં આવે છે.

(3:23 PM IST)