તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 4th March 2025
અય્યરે કર્યો અદભૂત થ્રો, ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેક્સ કેરીને પેવેલિયન ભેગો કરી દીધો
કેરીએ હળવા હાથે શોટ રમ્યો અને 2 રન લેવાનો પ્રયાસ કર્યો. બાઉન્ડ્રીથી દોડીને આવેલા અય્યરે 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોકેટની સ્પીડે થ્રો કર્યો બોલ સીધો વિકેટ પર ગયો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાંગારૂ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા કૂપર કોનોલી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જો કે આ પછી કેટલીક સારી ભાગીદારી જોવા મળી હતી.
ટીમની 7 વિકેટ પડી ગઈ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની છેલ્લી આશા એલેક્સ કેરી મેદાન પર ઊભો હતો. જો કે કેરી તેની ભૂલને કારણે રનઆઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 48મી ઓવર હાર્દિક પંડ્યાએ ફેંકી હતી. કેરી ઓવરના પહેલા જ બોલ પર તેની વિકેટ ફેંકીને જતો રહ્યો હતો. કેરીએ હળવા હાથે શોટ રમ્યો અને 2 રન લેવાનો પ્રયાસ કર્યો. બાઉન્ડ્રીથી દોડીને આવેલા અય્યરે 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોકેટની સ્પીડે થ્રો કર્યો. બોલ સીધો વિકેટ પર ગયો અને કેરીને પેવેલિયન જવું પડ્યું. અય્યરના આ થ્રોની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.
બીજી તરફ ભારત માટે સમસ્યા બની રહેલો એલેક્સ કેરી ફિફ્ટી ફટકારીને કેચ આઉટ થયો હતો. કેરીએ 107.02ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 57 બોલમાં 61 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 8 ચોગ્ગાની સાથે 1 સિક્સ પણ ફટકારી હતી. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 264 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. ખતરનાક ગણાતા ટ્રેવિસ હેડે 33 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
