<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં કોહલીના નામે વધુ એક 'વિરાટ' રેકોર્ડ નોંધાયો : દુબઈમાં ઈતિહાસ રચ્યો

કોહલી વનડે ફોર્મેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી ઝડપી 8 હજાર રન બનાવનાર ખેલાડી બની ગયો

ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલના ફેઇલ રહ્યાં બાદ ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ હતી. ત્યારે વિરાટ કોહલીએ જવાબદારી લીધી અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ સાથે કોહલી હવે સચિન તેંડુલકરની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.

ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 264 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ શ્રેયસ અય્યર સાથે મળીને જવાબદારી સંભાળી હતી. કોહલીએ આ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કોહલી વનડે ફોર્મેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી ઝડપી 8 હજાર રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કોહલી સિવાય માત્ર સચિન તેંડુલકરે જ લક્ષ્યનો પીછો કરતી વખતે વનડેમાં 8 હજારથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ICC ટૂર્નામેન્ટના નોકઆઉટમાં તેની 5મી અડધી સદી ફટકારી છે. આ બાબતમાં તેનાથી આગળ સચિન તેંડુલકર છે, જેણે નોકઆઉટ મેચમાં 6 અડધી સદી ફટકારી હતી

  સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ICC ODI ટૂર્નામેન્ટમાં 24 અડધી સદી પૂરી કરી લીધી છે. કિંગે સચિન તેંડુલકરની 23 અડધી સદીઓને પાછળ છોડી દીધી છે. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા તેણે 2013 અને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પણ અર્ધસદી ફટકારી હતી. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં 7મી અડધી સદી ફટકારી છે. આ મામલે કોહલીએ શિખર ધવન અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે

(9:42 PM IST)