<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

ચેમ્પિયન ટ્રોફી-2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની ધમાકેદાર એન્ટ્રી : ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું

કોહલીના શાનદાર 84 રન : હાર્દિક પડ્યા અને કેએલ રાહુલ કાંગારું બોલરોની ધોલાઈ કરી : રાહુલ ફટકારી વિનિંગ સિક્સર

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં  ભારતનો શાનદાર વિજય થાય છે, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટ ગુમાવી 264 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને જીત માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો જવાબમાં ભારતીય ટીમે શરૂઆતથી જ રનરેટ જાળવી રાખી હતી. વિરાટ કોહલીએ શાનદાર 84 રન ફટકાર્યા હતા , અંતમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે કાંગારું બોલરોની રીતસર ધોલાઈ કરી હતી જોકે હાર્દિક પડ્યા આઉટ થયા બાદ રાહુલે વિનિંગ સિક્સર ફટકારી ટીમ ઇન્ડિયાનો ફાઇનલ પ્રવેશ કરાવ્યો હતો

  રોહિતની કૅપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ અત્યારસુધીની તમામ મેચ જીતી છે. સેમિફાઇનલમાં જીત માટે ઓસ્ટ્રેલિયાએ ભારતની જ ફોર્મ્યુલા અપનાવી સ્પિનરને મેદાનમાં ઉતાર્યા હતા

  ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ હતી. હાર્દિક પંડ્યાએ એડમ ઝમ્પાને બોલ્ડ કરી ટીમને દસમી વિકેટ અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 264 રન ફટકારી ટીમ ઈન્ડિયાને જીત માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો 

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આજની મેચમાં વિરાટ કોહલી, કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટીંગથી ભારતને ભવ્ય જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો છે. આજની મેચમાં કોહલીએ 98 બોલમાં 84 રન નોંધાવ્યા હતા.

મોહમ્મદ શમીએ પોતાની આક્રમક બોલિંગથી ત્રીજી વિકેટ ઝડપી હતી . નાથન એલિસને કેચઆઉટ કરી પેવેલિયન પાછો મોકલ્યો હતો.

(9:43 PM IST)