<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

દુબઈ સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂક :સેમીફાઇનલ પછી અચાનક મેદાનમાં ધુસી કેએલ રાહુલને ભેટી પડ્યો

દુબઈમાં રમાયેલી મેચ પછી એક ચાહક અચાનક મેદાનમાં ઘૂસી ગયો અને કેએલ રાહુલને ગળે લગાવી દીધો

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. દુબઈમાં રમાયેલી આ મેચ પછી, એક ચાહક અચાનક મેદાનમાં ઘૂસી ગયો અને કેએલ રાહુલને ગળે લગાવી દીધો. 

  ખરેખર, આ ઘટના સેમિફાઇનલ મેચના અંતે બની હતી. જ્યારે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સાથે હાથ મિલાવી રહ્યા હતા. પછી એક ચાહક સુરક્ષા ઘેરો ઓળંગીને મેદાનમાં પહોંચ્યો અને વિજયની ઉજવણી કરતી વખતે કેએલ રાહુલને ગળે લગાવ્યો. જોકે, સુરક્ષા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને ચાહકને બહાર કાઢ્યો હતો . 

 ભારતે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લઈ લીધો છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવર ફોર્મેટની ICC ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ભારતે અગાઉ 2023 ODI વર્લ્ડ કપ, 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઇટલ મેચમાં પણ પહોંચવામાં સફળ રહ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2013 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ પહોંચી હતી.

(12:47 AM IST)