<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

રોહિત શર્માનો શોટ અમ્‍પાયર માટે જોખમી બન્‍યોઃ મોટી દુર્દ્યટના ટળીઃ નહીંતર ના થવાનું થયું હોત

 

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાનો નાથન એલિસ બોલિંગ કરી રહ્યો હતો. એલિસે બોલ ફેંક્‍યો અને રોહિતે આગળ વધીને તેને ફટકાર્યો. બોલ ખૂબ જ ઝડપથી અમ્‍પાયરના માથા તરફ ગયો. અમ્‍પાયર ક્રિસ ગેફનીએ કોઈક રીતે સમયસર પોતાનું માથું બચાવ્‍યું. તે તરત જ નીચે ઝૂકી ગયો, નહીંતર બોલ તેના માથા પર વાગ્‍યો હોત અને પછી કંઈ પણ થઈ શક્‍યું હોત.આ પછી, રોહિતે અમ્‍પાયર તરફ જોયું અને કંઈક સંકેત આપ્‍યો. જોકે, તેને એવું પણ લાગ્‍યું કે બોલ અમ્‍પાયરને વાગી શકે છે અને તેની પ્રતિક્રિયા આ વાતને પ્રતિબિંબિત કરી રહી હતી.

(3:28 PM IST)