તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
અય્યરે કર્યો અદભૂત થ્રો, ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેક્સ કેરીને પેવેલિયન ભેગો કરી દીધો
કેરીએ હળવા હાથે શોટ રમ્યો અને ૨ રન લેવાનો પ્રયાસ કર્યો. બાઉન્ડ્રીથી દોડીને આવેલા અય્યરે ૧૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોકેટની સ્પીડે થ્રો કર્યો

નવિ દિલ્હીઃ ઓસ્ટ્રેલિયનટીમની ૭ વિકેટ પડી ગઈ હતી,કાંગારૂઓની છેલ્લી આશા એલેક્સ કેરી મેદાન પર ઊભો હતો. જો કે કેરી તેની ભૂલને કારણેરન આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા ની ઇનિંગ્સની ૪૮મી ઓવર હાર્દિક પંડ્યાએ ફેંકી હતી. કેરી ઓવરના પહેલા જ બોલ પર તેની વિકેટ ફેંકીને જતો રહ્યો હતો. કેરીએ હળવા હાથે શોટ રમ્યો અને ૨ રન લેવાનો પ્રયાસ કર્યો. બાઉન્ડ્રીથી દોડીને આવેલા અય્યરે ૧૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોકેટની સ્પીડે થ્રો કર્યો. બોલ સીધો વિકેટ પર ગયો અને કેરીને પેવેલિયન જવું પડ્યું. અય્યરના આ થ્રોની પણ દ્યણી પ્રશંસા થઈ રહી છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
