તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે મુકાબલો :સાઉથ આફ્રિકાને 50રને હરાવી ન્યૂઝીલેન્ડની ફાઇનલમાં એન્ટ્રી
ગદ્દાફી સ્ટેડિયમમાં બીજી સેમી ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં ન્યુઝીલેન્ડે 362 રનનો સ્કોર ખડક્યો જવાબમાં દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 9 વિકેટે 312 રન જ બનાવી શક્યું; 9 માર્ચે દુબઈમાં ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ

ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીની 'ફાઈનલમાં' હરીફ મળી ગયો છે. ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે અને તે હવે ભારત સામે 9 માર્ચે દુબઈમાં ટકરાશે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમી ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં ન્યુઝીલેન્ડે 362 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 9 વિકેટે 312 રન જ બનાવી શક્યું હતું
સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હાથે હાર થતાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ થયું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હવે માત્ર 2 દેશ જ રહ્યાં છે, ભારત અને ન્યુઝીલેન્ડ બાકીના બધા આઉટ થઈ ગયાં છે.
ન્યુઝીલેન્ડની ટીમ હવે 9 માર્ચે દુબઈમાં ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમશે.
ન્યુઝીલેન્ડ પાસે બીજી વાર ટ્રોફી જીતવાની તક આવી છે. આ પહેલાં 2000ની સાલમાં ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ભારત પાસે ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની તક આવી છે. 2002માં ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી ત્યારે બાદ 2013માં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ગયેલા ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી. વિલ યંગ અને રચિન રવિન્દ્રએ મળીને 7.5 ઓવરમાં 48 રનની ભાગીદારી કરી હતી. 22 રન બનાવીને લુંગી ન્ગીડીએ યંગને આઉટ કર્યો. આ પછી, કેન વિલિયમસન અને રચિન રવિન્દ્રએ મળીને બીજી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરી હતી. રચિન રવિન્દ્રએ પોતાની વનડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પાંચમી સદી પૂર્ણ કરી. રચિને શાનદાર 108 રન ફટકાર્યાં હતા ત્યારે વિલિયમસને પણ 102 રન કર્યાં હતા.
ન્યુઝીલેન્ડ વતી રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને સદી ફટકારી હતી. રચિન રવિન્દ્ર 108 અને વિલિયમસને 102 રન કર્યાં હતા. આ બન્નેની વિસ્ફોટક સદીને કારણે ન્યુઝીલેન્ડે મોટો સ્કોર બનાવ્યો હતો.
લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. તેણે પાંચમી ઓવરમાં જ રાયન રિકેલ્ટનની વિકેટ ગુમાવી દીધી, જે મેટ હેનરીની બોલિંગમાં માઈકલ બ્રેસવેલના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી, કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વાન ડેર ડુસેને સાથે મળીને દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી. બાવુમા અને ડુસાન વચ્ચે બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી થઈ. ડુસેને 69 તો બાવુમાએ 71 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. બાવુમાને કિવી કેપ્ટન મિશેલ સેન્ટનરે આઉટ કર્યો. ડેવિડ મિલરે 47 રન કર્યાં હતા. .
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
