તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th March 2025
રોક શકો તો રોક લો...કાલે ભારત વિ.ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ
દુબઇના મેદાનની જે પિચ ઉપર ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું એ પિચ ઉપર જ ફાઇનલ મુકાબલો રમાશે આપણી ટીમ ફુલ ફોર્મમાં, ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યુ નથી, પરંતુ ન્યુઝીલેન્ડની ટીમને ગંભીરતાથી લેવા જેવી છે

નવી દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ કઈ પીચ પર રમાશે તે નક્કી થઈ ગયું છે. પિચ રિપોર્ટ બહાર આવ્યા પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે સ્પિનરો માટે મદદરૂપ થશે કે બેટ્સમેનોનું વર્ચસ્વ રહેશે. ખાસ વાત એ છે કે જે પીચ પર ફાઇનલ મેચ રમાશે તે નવી નથી. આ પહેલા આ જ પીચ પર એક લીગ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ પિચ જોઈને રાહતનો શ્વાસ લીધો હશે. પરંતુ ન્યુઝીલેન્ડને હરાવવું સરળ રહેશે નહીં.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના મેદાન પર જ રમાશે સમાચાર આવી રહ્યા છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ એ જ પીચ પર રમાશે જેનો ઉપયોગ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન થયો હતો. આ પિચ સ્પિનરો માટે મદદરૂપ થશે અને અહીં ખૂબ મોટો સ્કોર નહીં બને. પિચ ધીમી હશે, જે ભારત માટે સારી વાત છે, પરંતુ ન્યુઝીલેન્ડ પાસે કેટલાક સારા સ્પિનરો પણ છે જે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.
દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની અત્યાર સુધીની મેચોમાં, સ્પિનરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને કોઈ મોટો સ્કોર બનાવ્યો નથી. દુબઈની આ પીચ પર સરેરાશ સ્કોર ૨૪૬ રન રહ્યો છે, જે વન-ડે માટે ઘણો ઓછો છે. પિચ નક્કી થયા આ પીચ પર વિરાટ કોહલીએ સદી ફટકારી હતી, શ્રેયસે પણ અડધી સદી ફટકારી હતી.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
