<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

શું ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે? : શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ

ફાઈનલ મેચ અંગે તેણે કહ્યું, મોટી મેચોમાં દબાણ રહેશે. પરંતુ જે પણ ટીમ દબાણને હેન્ડલ કરશે તે ફાઈનલ જીતશે

મુંબઈ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય વિશે અટકળો ચાલી રહી છે. દરમિયાન ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલે શનિવારે કહ્યું કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં આ બે મહાન ખેલાડીઓની નિવૃત્તિ અંગે ચર્ચા કરવામાં આવી રહી નથી. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે તો રોહિત શર્મા અથવા વિરાટ કોહલીમાંથી કોઈ એક નિવૃત્તિ લઈ શકે છે.

 રવિવારના રોજ ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે કહ્યું, હમણાં ડ્રેસિંગ રૂમમાં નિવૃત્તિ વિશે કોઈ ચર્ચા નથી. પરંતુ આપણી ટીમની બેટિંગ લાઈન સારી છે અને તે ટોપ ઓર્ડરને થોડી વધુ સ્વતંત્રતા સાથે બેટિંગ કરવાની મંજૂરી આપે છે.
  ગિલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં જીતવા માટે આત્મવિશ્વાસ ધરાવતો હતો. તેણે કહ્યું, અમે બધા ફાઈનલ માટે ઉત્સાહિત છીએ. ગત વખતે અમે 50 ઓવરનો વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા, પરંતુ આ વખતે અમે જીતવા માટે મક્કમ છીએ.

ફાઈનલ મેચ અંગે તેણે કહ્યું, મોટી મેચોમાં દબાણ રહેશે. પરંતુ જે પણ ટીમ દબાણને હેન્ડલ કરશે તે ફાઈનલ જીતશે. અમારે તેને અન્ય મેચની જેમ ટ્રીટ કરવી પડશે અને સારી ટીમો પણ તે જ કરશે. અમે અહીં ચાર મેચ રમી છે અને સારું પ્રદર્શન કર્યું છે તેથી અમારા પર કોઈ વધારાનું દબાણ નથી.

 

(9:32 PM IST)