તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th March 2025
ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ, હાર્યું છતાં ન્યુઝીલેન્ડ માલામાલ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમોને પણ લગભગ રૃપિયા ૨.૯ કરોડ આપવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા.૧૦
ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને તેનું ત્રીજું ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું. ચેમ્પિયન બનતા જ ભારતીય ટીમને લગભગ રૃપિયા ૨૦ કરોડ (૨.૨૪ મિલિયન ડોવર)નું મોટું ઇનામ મળ્યું છે.
ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલ મેચ હારી હતી તેમ છતાં તે માલામાલ થઈ છે. કિવી ટીમને બીજા સ્થાને રહેવા બદલ ઇનામ તરીકે લગભગ રૃપિયા ૧૦ કરોડ (૧.૧૨ મિલિયન ડોલર) મળ્યા છે. ICC એ ટુર્નામેન્ટ માટે કુલ ઇનામ ફંડ તરીકે ૬.૯ મિલિયન ડોલર એટલે કે રૃપિયા ૬૦ કરોડ ફાળવ્યા હતા. સેમિફાઈનલમાં હારેલી બંને ટીમોને ઈનામી રકમ તરીકે દરેકને લગભગ રૃપિયા ૪.૬ કરોડ મળ્યા હતા. આનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પણ ખાલી હાથ પાછા ફર્યા નથી.
પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમોને પણ લગભગ રૃપિયા ૨.૯ કરોડ આપવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાન પાંચમા સ્થાને, જ્યારે બાંગ્લાદેશ સાતમા સ્થાને રહ્યું હતું.
સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમો પણ ખાલી હાથે પાછી ફરી નથી. યજમાન પાકિસ્તાન સાતમા સ્થાને રહ્યું અને તે પછી ઈંગ્લેન્ડને આઠમા સ્થાને રહ્યું હતું. બંને ટીમોને લગભગ રૃપિયા ૧.૧ કરોડ મળ્યા હતા.
દરેક ભાગ લેનારી ટીમને ઓછામાં ઓછા રૃપિયા ૧ કરોડ આપવામાં આવ્યા હતા, આ ઉપરાંત દરેક ટીમને ગ્રૂપ સ્ટેજ મેચ જીતવા માટે વધારાના લગભગ રૃપિયા ૨૮ લાખ આપવામાં આવ્યા હતા.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
