<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

વર્લ્ડકપ-2027 પહેલા ટીમ ઇન્ડિયા 27 મેચો રમશે: જુઓ સંપૂર્ણ યાદી

જાણો વર્લ્ડ કપ 2027 સુધી ટીમ ઈન્ડિયાનો આગામી ODI શિડ્યૂલ શું છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી વનડે ક્રિકેટમાં ભારતનું લક્ષ્ય 2027 ODI વર્લ્ડ કપ હશે. રોહિત શર્મા અને કંપનીએ આગામી ICC ODI ટુર્નામેન્ટમાં કુલ 9 સીરીઝ રમવાની છે, જેમાં 27 મેચનો સમાવેશ થાય છે. જાણો વર્લ્ડ કપ 2027 સુધી ટીમ ઈન્ડિયાનો આગામી ODI શિડ્યૂલ શું છે…

 

2027 નો ODI વર્લ્ડ કપ ઓક્ટોબરથી ડિસેમ્બરની આસપાસ યોજાશે. આ પહેલા ભારતીય ટીમ ઘણી બધી મેચ રમવાની છે. 2023ના ODI વર્લ્ડ કપ પછી બહુ ઓછી ODI મેચ રમાઈ હતી. હવે 2026 ના T20 વર્લ્ડ કપ પછી ઘણી બધી ODI મેચો રમાશે. રોહિત શર્મા બ્રિગેડ 2027 વર્લ્ડ કપ પહેલા 27 વનડે મેચમાં ભાગ લેશે. ભારતે 8 ટીમો સામે 3-3 મેચની ODI સીરીઝ રમવાની છે. ભારત એક દેશ સામે 2 વાર સીરીઝ રમશે.

 

ભારત આગામી ODI સીરીઝમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે 1-1 વખત રમશે, જ્યારે ન્યુઝીલેન્ડ સામે 2 વાર રમશે. 9 માંથી ભારત 6 સીરીઝ ઘરઆંગણે રમશે જ્યારે બાકીની સીરીઝ દેશની બહાર યોજાશે. તેની શરૂઆત ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસથી થશે, જે આ વર્ષે રમાશે. ભારત ઓક્ટોબર-નવેમ્બર 2025માં વન ડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં વનડે સીરીઝ માટે ભારત આવશે.

 

જાન્યુઆરી 2026 માં ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં 1 વન ડે સીરીઝ રમશે. આ પછી ભારતે જૂનમાં અફઘાનિસ્તાન સામે 3 મેચની સીરીઝ રમવાની છે. જુલાઈ 2026 માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતના પ્રવાસે આવશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે વન ડે સીરીઝ રમાશે. ડિસેમ્બર 2026 માં વનડે સીરીઝ માટે શ્રીલંકન ટીમ ભારત આવશે.

2027 વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયાનું શિડ્યૂલ

સમયટીમક્યાં રમાશેODI મેચોઓગસ્ટ 2025બાંગ્લાદેશબહાર3ઓક્ટોબર-નવેમ્બર 2025ઓસ્ટ્રેલિયાબહાર3નવેમ્બર–ડિસેમ્બર 2025દક્ષિણ આફ્રિકાઘર3જાન્યુઆરી 2026ન્યૂઝીલેન્ડઘર3જૂન 2026અફઘાનિસ્તાનઘર3જુલાઈ 2026ઈંગ્લેન્ડબહાર3સપ્ટેમ્બર–ઓક્ટોબર 2026વેસ્ટ ઇન્ડીઝઘર3ઓક્ટોબર-નવેમ્બર 2026ન્યૂઝીલેન્ડઘર3ડિસેમ્બર 2026શ્રીલંકાઘર3

(1:56 PM IST)