<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

IPL 2025: તમામ 10 ટીમોની કમાન સાંભળનાર કેપ્ટનો ફાઇનલ : આ 5 ટીમો નવા સુકાની સાથે મેદાનમાં ઉતરશે

દિલ્હી કેપિટલ્સે ઓલરાઉન્ડર અક્ષર પટેલને તેની કેપ્ટન્સી સોંપી:અન્ય ટીમોમાં પણ નવા કેપ્ટનના ચહેરા જોવા મળશે.

IPL 2025 માટે ઉત્તેજના વધી ગઈ છે. તમામ 10 ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. આ વખતે આઈપીએલમાં પાંચ ટીમોના કેપ્ટન નવા હશે અને આ ફેરફાર દર્શકો માટે ઘણો રોમાંચક સાબિત થઈ શકે છે. દિલ્હી કેપિટલ્સે ઓલરાઉન્ડર અક્ષર પટેલને તેની કેપ્ટન્સી સોંપી છે. અન્ય ટીમોમાં પણ નવા કેપ્ટનના ચહેરા જોવા મળશે.

  IPL 2025માં પાંચ ટીમોએ નવા કેપ્ટનની જાહેરાત કરી છે. જેમાં દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ ટીમોમાં રહેલા પ્રખ્યાત કેપ્ટનોની જગ્યાએ નવા ચહેરા જોવા મળશે. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

   લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને, પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને, આરસીબીએ રજત પાટીદારને અને કેકેઆરએ અજિંક્ય રહાણેને કપ્તાની આપી છે. આ તમામ ફેરફારો નવી ઉર્જા અને આશાઓથી ભરેલા છે. IPL 2025માં આ ફેરફારો જોવા ખરેખર રસપ્રદ રહેશે.

દિલ્હી કેપિટલ્સ - અક્ષર પટેલ સનરાઇઝર્સ હૈદરાબાદ - પેટ કમિન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રજત પાટીદાર રાજસ્થાન રોયલ્સ - સંજુ સેમસન પંજાબ કિંગ્સ - શ્રેયસ અય્યર લખનૌ સુપર જાયન્ટ્સ - ઋષભ પંત મુંબઈ ઈન્ડિયન્સ - હાર્દિક પંડ્યા કોલકાતા નાઈટ રાઈડર્સ - અજિંક્ય રહાણે ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ ચેન્નાઈ સુપર કિંગ્સ - રૂતુરાજ ગાયકવાડ

  PL 2025 22 માર્ચથી શરૂ થશે, અને આ વખતે મેચ 13 શહેરોમાં રમાશે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમો સામસામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને ટોસ સાંજે 7 વાગ્યે થશે. આ સિઝન ખૂબ જ રોમાંચક રહેશે કારણ કે નવા કેપ્ટન અને તેના નેતૃત્વમાં ટીમોનું પ્રદર્શન જોવા મળશે.

  IPL 2025 ની ઓપનિંગ સેરેમની કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં યોજાશે. આ કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પરફોર્મ કરશે, જો કે કયા કલાકારનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ઉદઘાટન સમારોહ સાંજે 6 વાગ્યે શરૂ થશે, અને તે દર્શકો માટે યાદગાર અનુભવ બની શકે છે.

(7:44 PM IST)