<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

આઇપીએલ ૧૮:.૧૦ માંથી ૯ ટીમોના કપ્‍ટન ભારતના

વિદેશી ખેલાડીઓને કેપ્‍ટન બનાવવાનો મોહ ભાંગ્‍યો : દિલ્‍હી-અક્ષર પટેલ, લખનઉ-ઋષભ પંત, પંજાબ શ્રેયસ ઐય્‍યર, આરસીબી રજત પાર્ટીદાર, કેકેઆર-અજિંકય રહાણે, રાજસ્‍થાન સંજુ સેમસન, મુંબઇ-હાર્દિક પંડયા, ગુજરાત શુભમન ગિલ, ચેન્‍નાઇ- ઋતુરાજ ગાયકવાડ, હૈદરાબાદ પેટ કમિન્‍સ

નવી દિલ્‍હીઃ આઈપીએલની શરૂઆત થઈ અને ત્‍યારથી અત્‍યાર સુધી મોટા ભાગની ટીમોના કેપ્‍ટન વિદેશી હતા. ૨૦૦૮માં આઈકોન પ્‍લેયરની શરૂઆત થઈ હતી. જેમાં ભારતીય ખેલાડીઓ રહેતા, તે પ્રથા પણ ધીમે ધીમે બંધ થઈ ગઈ, છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી કેપ્‍ટનથી ફ્રેન્‍ચાઈઝીનો મોહ ભંગ થયો છે અને ૧૮જ્રાક સિઝનમાં સ્‍થિતિ બિલકુલ બદલાઈ ગઈ છે.

ઇન્‍ડિયન પ્રીમિયર લીગની ૧૮મી એડિશન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ ટીમોએ આગામી સિઝન માટે કમર કસી લીધી છે. આઈપીએલ ૨૦૨૫માં કુલ પાંચ ટીમો નવા કેપ્‍ટન સાથે મેદાન ઉતરશે. દિલ્‍હી કેપિટલ્‍સે ઓલરાઉન્‍ડર અક્ષર પટેલને ટીમનો કેપ્‍ટન બનાવ્‍યો છે. તેની સાથે તમામ ૧૦ ટીમોના કેપ્‍ટન કન્‍ફર્મ થઈ ગયા છે. જેમાંથી ૯ કેપ્‍ટન ભારતીય છે.

આઈપીએલ ૨૦૨૫ાં  એક નવો ઇતિહાસ લખાશે કેમ કે, આ પહેલી એવી સિઝન હશે જેમાં માત્ર એક જ વિદેશી કેપ્‍ટન છે. હૈદરાબાદે પેટ કમિન્‍સને કેપ્‍ટન બનાવ્‍યો છે. જયારે બાકીના ૯ ટીમોના કેપ્‍ટન ભારતીય છે. દિલ્‍હી કેપિટલ્‍સ, લખનૌ સુપર જાયન્‍ટ્‍સ, પંજાબ કિંગ્‍સ, રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરુ અને કોલકાતા નાઈટ રાઇડર્સ નવા કેપ્‍ટન સાથે ઉતરશે. દિલ્‍હીએ અક્ષર પટેલ, લખનૌ એ ઋષભ પંત, પંજાબ કિંગ્‍સે શ્રેયસ અય્‍યર, આરસીબીએ રજત પાટીદાર અને કેકેઆરએ અજિંક્‍ય રહાણેને ટીમની કમાન સોંપી છે. આઈપીએલની ૧૮મી સિઝનમાં ભારતીય કેપ્‍ટનનું વર્ચસ્‍વ એ વાત તરફ સંકેત કરે છે કે, ભવિષ્‍યમાં આઇપીએલ ઇન્‍ડિયન પ્રીમિયર લીગ જ રહેશે.

તમામ ૧૦ ટીમોના કેપ્‍ટન આ પ્રમાણે છે. ૧) દિલ્‍હી કેપિટલ્‍સ- અક્ષર પટેલ, ૨) સનરાઇઝર્સ હૈદરાબાદ- પેટ કમિન્‍સ, ૩) રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરુ - રજત પાટીદાર, ૪) રાજસ્‍થાન રોયલ્‍સ-સંજુ સેમસન, ૫) પંજાબ કિંગ્‍સ - શ્રેયસ અય્‍યર, ૬) લખનૌ સુપર જાયન્‍ટ્‍સ-ઋષભ પંત,૭) મુંબઈ ઇન્‍ડિયન્‍સ - હાર્દિક પંડ્‍યા, ૮) કોલકાતા નાઈટ રાઇડર્સ - અજિંક્‍ય રહાણે, ૯) ગુજરાત ટાઇટન્‍સ - શુભમન ગિલ, ૧૦) ચેન્‍નાઈ સુપર કિંગ્‍સ - ઋતુરાજ ગાયકવાડ.

આઈપીએલ ૨૦૨૫ની શરૂઆત ૨૨ માર્ચથી થશે. આ વખતે ૧૩ શહેરોમાં તમામ મેચ રમાનાર છે. આઈપીએલ ૨૦૨૫ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરુ વચ્‍ચે રમાશે. આઈપીએલની પહેલી મેચ ૨૨ માર્ચ સાંજે ૭.૩૦ વાગ્‍યાથી શરૂ થશે. મેચનો ટોસ ૭ વાગ્‍યા થશે. આરસીબી એ આ વખતે રજત પાટીદારને કેપ્‍ટન બનાવ્‍યો છે, જયારે કેકેઆરની કમાન સિનિયર ખેલાડી અજિંક્‍ય રહાણેના હાથમાં છે. (૩૬-

(3:30 PM IST)