તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th March 2025
પ્રતિબંધના લીધે ચેન્નાઇ સામેની મેચ ગુમાવશે હાર્દિકઃ કેપ્ટન કોણ હશે?

નવી દિલ્હીઃ ૨૨ માર્ચથી શરૂ થતી આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તેની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો ૨૩ માર્ચે થશે, પરંતુ આ મેચમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને બેન્ચ પર બેસવું પડશે, કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ છે. નિયમો અનુસાર, જો આ ત્રણ વાર થાય, તો ટીમના કેપ્ટન પર ૩૦ લાખ રૂપિયાનો દંડ લાગુ થાય છે અને સાથે જ એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં હાર્દિકે ત્રીજી વાર ધીમા ઓવર રેટની ભૂલ કરી હતી. તેની ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી નહોતી, તેથી હાર્દિક પોતાનો પ્રતિબંધ પૂરું કરી શક્યો નહતો. હવે આ સીઝનમાં, તે ચેન્નાઇ સામેની ઓપનિંગ મેચમાં બહાર બેસીને પોતાની સજા ભોગવશે.
હવે હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા કેપ્ટનશીપ કરી શકે છે. (૩પ.૬)
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
