તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th March 2025
જો ક્રિકેટ ઓલિમ્પિકમાં સામેલ થાય છે તો માત્ર એક મેચ માટે T20I રિટાયરમેન્ટમાંથી કમબ્રેક કરેશે વિરાટ કોહલી
ઓલિમ્પિક મેડલ જીતવાની ઈચ્છા વ્યક્ત વિરાટે ઇચ્છા વ્યકત કરી

મુંબઇઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી એ T20 ઈન્ટરનેશનલમાં નિવૃત્તિમાંથી પાછા ફરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ ઈશારો આપ્યો છે કે, જો એક ખાસ શરત પૂર્ણ થશ તો તે માત્ર એક મેચ માટે તે રિટાયરમેન્ટમાંથી પાછો ફરી શકે છે.
હાલમાં જ વિરાટ કોહલી આઈપીએલ 2025 (IPL 2025) માટે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે બેંગ્લુરુમાં જોડાઈ ગયો છે. ત્યારે ટીમની એક ઈવેન્ટમાં વિરાટ કોહલીને આ મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટને પણ સ્થાન મળી શકે છે. આ વાત પર જ્યારે વિરાટ કોહલીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેને કહ્યું કે, જો ક્રિકેટ ઓલિમ્પિકમાં સામેલ થાય છે તો તે માત્ર એક મેચ માટે નિવૃતિમાંથી વાપસી કરવા પર વિચાર કરી શકે છે.
વિરાટ કોહલીએ ઓલિમ્પિક મેડલ જીતવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા 2028 ઓલિમ્પિકની ફાઈનલમાં પહોંચે છે, તો તે ફક્ત આ મેચ માટે રિટાયરમેન્ટમાંથી પાછો ફરવા પર વિચાર કરી શકે છે. એક ઓલિમ્પિક મેડલ જીતવો શાનદાર હશે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
