તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th March 2025
વિસ્પી ખરાડીએ ૩૩૫.૬ કિલોના હરકયુલસ પિલર્સને બે મિનિટ ૧૦.૭૫ સેકન્ડ પકડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મુંબઇ,તા.૧૭: ભારતીય એથ્લીટ વિસ્પી ખરાડીએ ૩૩૫.૬ કિલોના હરકયુલસ પિલર્સને બે મિનિટ ૧૦.૭૫ સેકન્ડ સુધી પકડી રાખીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્લાના માલિક ઈલૉન મસ્ક પણ વિસ્પીની તાકાતના ફેન થયા છે અને તેમણે વિડિયો પોસ્ટ કરીને વિસ્પીની ઉપલબ્ધિની પ્રશંસા કરી છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડે એના સત્તાવાર એક્સ અકાઉન્ટ પર આ રેકોર્ડનો વિડિયો પોસ્ટ કર્યો છે જેને કરોડો લોકોએ જોયો છે.
વિડિયોમાં દેખાય છે કે ગ્રીક વાસ્તુકળાના આધારે બનાવવામાં આવેલા બે નાના પિલર્સને વિસ્પીએ પકડી રાખ્યા છે. એને હરકયુલસ પિલર્સ તરીકે ઓળખવામાં આવે છે. ૨૦.૫ ઇંચ પહોળા અને ૧૨૩ ઇંચ ઊંચા આ બે પિલર્સનું વજન અનુક્રમે ૧૬૬.૭ કિલો અને ૧૬૮.૯ કિલો હતું. દરેક પિલરને એક રસ્સીથી બાંધવામાં આવ્યો હતો, જેને વિસ્પી ખરાડીએ પકડી રાખી હતી અને સુનિヘતિ કર્યું હતું કે પિલર પડે નહીં. વિસ્પીનું કામ આ રસ્સીઓને લાંબા સમય સુધી પકડી રાખવાનું હતું અને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા વિસ્પીએ આ કામ કરી બતાવ્યું હતું. આ ઇવેન્ટ ગુજરાતના સુરત શહેરમાં યોજાઈ હતી.(૪૦.૮)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
