તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th March 2025
યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે
નોર્થમ્પ્ટનશાયરમાંથી રમતો જોવા મળશે

નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. ચહલે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ વર્ષ ૨૦૨૩માં રમી હતી. જોકે, તે ૨૦૨૪ વર્લ્ડ કપની વિજેતા ટીમનો ભાગ હતો. પરંતુ આ ટુર્નામેન્ટમાં પણ તે ફક્ત બેન્ચ પર જ બેઠો રહ્યો. હવે તે આઇપીએલમાં એક્શનમાં જોવા મળશે. આ પહેલા યુઝવેન્દ્ર ચહલે એક મોટો નિર્ણય લીધો છે. આ લીગ પૂરી થતાં જ તે ક્રિકેટ રમવા માટે વિદેશ જશે. જેના માટે તેણે એક ટીમ સાથે કરાર કર્યો છે.
યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર ઇંગ્લેન્ડમાં રમાનારી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવા માટે તૈયાર છે. ચહલ ૨૦૨૫ સીઝનમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા જોવા મળશે. તે પહેલા પણ આ ટીમ માટે રમી ચૂક્યો છે. તેમનો કરાર જૂનથી ૨૦૨૫ સીઝનના અંત સુધી રહેશે. આ સમય દરમિયાન તે કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન-ડે કપ માટે ઉપલબ્ધ રહેશે. આ પહેલા, તે ૨૦૨૩ માં આ ક્લબમાં જોડાયો હતો.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
