<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

IPL -2025 : કયારે અને ક્યાંથી ખરીદી શકશો મેચની ટિકિટ.?: જાણો ટિકિટની કિંમત સહીત સંપૂર્ણ વિગત

ફેન્સ પોતાની પસંદગીની મેચ માટે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ટિકિટ ખરીદી શકે

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની સિઝનની શરૂઆત આગામી 22 માર્ચથી થઈ રહી છે. આ વખતે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે.

આ ટૂર્નામેન્ટને કરોડો લોકો ટીવી પર જોઈને આનંદ માણે છે, પરંતુ જો તમે સ્ટેડિયમમાં જઈને લાઈવ મેચનો આનંદ માણવા માંગો છો, તો તમારે ટિકિટ ખરીદવી પડશે. આ આર્ટિકલમાં અમે તમને IPL મેચની ટિકિટ ક્યારે અને ક્યાંથી ખરીદી શકાશે, આ સાથે જ ટિકિટની કિંમતની જાણકારી આપવા જઈ રહ્યા છે.

IPL 2025 માટે ઓફિશિયલ ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ફેન્સ પોતાની પસંદગીની મેચ માટે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ટિકિટ ખરીદી શકે છે.

ક્યાંથી ખરીદી શકશો IPL 2025 મેચની ટિકિટ?

BookMyShow – મોટાભાગની ટીમો માટે પ્રાથમિક ટિકિટિંગ પાર્ટનર.Paytm Insider – કેટલીક પસંદગીની ટીમો માટે અધિકૃત.TicketGenie – ફક્ત રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે અધિકૃત.IPLની ઓફિશિયલ વેબસાઇટ (IPLT20.com) પરથી પણ ટિકિટ બુક કરી શકાય છે.

ટિકિટની કિંમત વિવિધ ટીમો, સ્ટેડિયમ અને મેચના પ્રકાર પર આધાર રાખે છે. અંદાજિત રીતે ₹750 થી ₹28,000 સુધીની ટિકિટ ઉપલબ્ધ છે. ટીમવાર અંદાજિત ટિકિટ કિંમતો છેલ્લી સીઝનના આધારે અને વિવિધ શ્રેણીઓમાં ભિન્ન હોઈ શકે છે.

ટીમટિકિટની શરૂઆતની કિંમતટિકિટની સૌથી વધુ કિંમતકોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)₹750₹28,000રાજસ્થાન રોયલ્સ (RR)₹1,000₹22,000પંજાબ કિંગ્સ (PBKS)₹499₹8,500દિલ્હી કેપિટલ્સ (DC)₹1,200₹7,500મુંબઈ ઈન્ડિયન્સ (MI)₹990₹15,000રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)₹2,300₹42,350સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)₹750₹30,000લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)₹399₹20,000ગુજરાત ટાઇટન્સ (GT)₹499₹10,000ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)₹1,700₹8,500

  •  પ્રથમ ઓફિશિયલ પ્લેટફોર્મ - BookMyShow, Paytm Insider, TicketGenie, IPLT20.com અથવા ટીમની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીંયા ઉપલબ્ધ ફિક્સચર્સ બ્રાઉઝ કરો અને તમારી મનપસંદ મેચ પસંદ કરો.
  • આ પછી તમારે તમારી બેઠક સિરીઝ (જનરલ, મિડ-રેન્જ, પ્રીમિયમ અથવા VIP) પસંદ કરો.
  • ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI, નેટ બેંકિંગ અથવા ડિજિટલ વોલેટ દ્વારા પેમેન્ટ કરો.
  • પેમેન્ટ પૂર્ણ થયા પછી, SMS અથવા ઇમેઇલ દ્વારા બુકિંગ કન્ફર્મેશન મળશે.

(12:15 PM IST)