તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th March 2025
પાકિસ્તાનનો સતત બીજો પરાજય :ટી20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટથી હરાવ્યું
સેફર્ટે 22 બોલનો સામનો કરીને 45 રન ફટકાર્યા :શાહીન આફ્રિદીની એક ઓવરમાં સેફર્ટે ચાર છગ્ગા ઝૂડ્યા :ફિન એલનનું પણ શાનદાર પ્રદર્શન

ટી20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. આ પાકિસ્તાનનો સતત બીજો પરાજય છે. શ્રેણીની પહેલી મેચમાં પણ ન્યુઝીલેન્ડે તેમને હરાવ્યું હતું. ટિમ સીફર્ટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેણે 45 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. શાહીન આફ્રિદીની એક ઓવરમાં સેફર્ટે ચાર છગ્ગા ફટકાર્યા. તેની સાથે ફિન એલને પણ સારું પ્રદર્શન કર્યું.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ન્યુઝીલેન્ડને જીત માટે 136 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, ન્યુઝીલેન્ડે 13.1 ઓવરમાં મેચ જીતી લીધી. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટ અને ફિન એલન ઓપનિંગ કરવા આવ્યા હતા. સેફર્ટે 22 બોલનો સામનો કરીને 45 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. એલને 16 બોલમાં 38 રનની ઇનિંગ રમી. તેણે 5 છગ્ગા પણ ફટકાર્યા.
ન્યુઝીલેન્ડનો ખેલાડી માર્ક ચેપમેન 1 રન બનાવીને આઉટ થયો હતો. ડેરિલ મિશેલ 14 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. જેમ્સ નીશમ પણ માત્ર 5 રન બનાવીને આઉટ થયો. મિશેલ હેએ 21 રનની અણનમ ઇનિંગ્સ રમી. તેણે ૧૬ બોલનો સામનો કર્યો અને ૧ ચોગ્ગો અને ૧ છગ્ગો ફટકાર્યો. કેપ્ટન બ્રેસવેલ 5 રન બનાવીને અણનમ રહ્યો.
પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા હરિસ રૌફે 2 વિકેટ લીધી. મોહમ્મદ અલી અને ખુશદિલ શાહે એક-એક વિકેટ લીધી. સલમાન આગાએ ટીમ માટે બેટિંગમાં પોતાની પ્રતિભા બતાવી. તેણે 28 બોલનો સામનો કરીને 46 રન બનાવ્યા. સલમાનની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. શાદાબ ખાને 14 બોલમાં 26 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. પાંચ મેચની શ્રેણીમાં પાકિસ્તાનનો આ સતત બીજો પરાજય હતો. હવે શ્રેણીની ત્રીજી મેચ 21 માર્ચે ઓકલેન્ડમાં રમાશે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
