News of Wednesday, 19th March 2025
મારા વિરૂધ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી
શ્રેયસ ઐય્યરે હૈયાવરાળ ઠાલવી :પરંતુ હું અડગ રહયો, મારી ઇમાનદારી પર વિશ્વાસ રાખી આગળ વધ્યો

નવી દિલ્હીઃ વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન છતાં શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું કે, તે શોર્ટ બોલ નથી રમી શકતો. પરંતુ તેમ છતાં તે અડગ રહ્યો અને પોતાની ઈમાનદારી પર વિશ્વાસ રાખી આગળ વધ્યો. છેલ્લા કેટલાક સમયમાં તે ચોથા નંબરે ભારતનો સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન બન્યો અને કેપ્ટન રોહિત શર્માએ કેટલાક દિવસ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળેલી ખિતાબી જીત બાદ તેને ‘‘મૌન નાયક'' ગણાવ્યો હતો.
છેલ્લી આઠ વનડેમાં તેણે ચોથા નંબર પર 53ની સરેરાશથી રન બનાવ્યાં છે. શોર્ટ બોલ સામે તેની નબળાઈને લઈને પૂછવામાં આવતા શ્રેયસે પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ૅકદાચ એવી ધારણા બનાવવામાં આવી હતી. પરંતુ મને હંમેશાથી પોતાની તાકાત, ક્ષમતા અને પોતાના પર ભરોસો હતો. રમત બદલાતી રહે છે જેને ધ્યાનમાં રાખીને ખેલાડીને પોતાના પ્રદર્શનમાં સતત સુધારો કરવો પડે છે. મને ખુશી છે કે, હું સકારાત્મક વિચાર સાથે રમી શકયો અને પોતાની પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો.ૅ
આ આઈપીએલ એડિશનથી પંજાબ કિંગ્સ માટે કેપ્ટનશીપ કરી રહેલા શ્રેયસે કહ્યું, ૅમેં મારી પ્રક્રિયા સરળ રાખી છે. વધુ વિચાર્યું નથી અને ઈમાનદારી સાથે કામ કરતો રહ્યો. મને વિશ્વાસ હતો કે મારી ઈમાનદારી અને પ્રદર્શન ફરી મને તક અપાવશે. આ સમયે મને ઘણું શીખવ્યું છે. મેં મારા કૌશલ્ય પર મહેનત કરી. પરિણામથી ખુશ છું કેમ કે, તેની પાછળ ઘણી મહેનત કરવામાં આવી છે. કોચ પ્રવીણ આમ્રે સરથી લઈને ટ્રેનર સાગર સુધી તમામે મહેનત કરી છે. આ બંનેએ મને તાકાત પેદા કરવામાં મદદ કરી જે હવે મારી બેટિંગમાં જોવા મળે છે.ૅ
શ્રેયસે એ પણ કહ્યું કે, ચોથા નંબરે બેટિંગ કરવાથી તે સહજ અનુભવ કરે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે ભારત માટે પાંચ મેચમાં સૌથી વધુ 243 રન બનાવ્યાં હતા. તેણે કહ્યું, ૅમને લાગે છે કે, ચોથા નંબરે હું સહજ અનુભવ કરું છું. વર્લ્ડ કપ 2023 હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી, મેં ચોથા નંબરે બેટિંગનો ખૂબ આનંદ લીધો છે
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
