<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ક્રિકેટરોને પોતાના પરિવારને સાથે રાખવા મામલે બોર્ડે સંતુલીત

વલણ અપનાવવું જોઇએ કપિલ દેવએ કહયું

નવી દિલ્‍હીઃ દિગ્‍ગજ ક્રિકેટર કપિલ દેવ વિદેશ પ્રવાસ પર ક્રિકેટરોને પોતાના પરિવાર સાથે રાખવાના પક્ષમાં છે, પરંતુ તેઓએ તેની સાથે એ પણ કહ્યું કે, આ મામલામાં સંતુલિત વલણ અપનાવવું જોઈએ. દિશાનિર્દેશો અનુસાર તેનાથી ઓછા સમયના પ્રવાસ પર ખેલાડી વધુમાં વધુ એક અઠવાડિયા સુધી પોતાના પરિવારને સાથે રાખી શકે છે.

1983ના વિજેતા કેપ્‍ટન કપિલ દેવે કપિલ દેવ ગ્રાન્‍ટ થોર્નટન ઇનવિટેશનલ કાર્યક્રમના અવસરે કહ્યું, ઠીક છે, મને ખબર નથી, આ વ્‍યક્‍તિગત છે. મને લાગે છે કે, આ ક્રિકેટ બોર્ડનો નિર્ણય છે. મારા વિચારથી તમને પરિવારની જરૂર છે, પરંતુ તમારે દરેક વખતે ટીમ સાથે રહેવાની પણ જરૂર છે.

કપિલે કહ્યું, અમારા જમાનામાં ક્રિકેટ બોર્ડ નહીં, પરંતુ અમે પોતે જ નક્કી કરતા હતા કે, પ્રવાસનો પહેલો તબક્કો ક્રિકેટને સમર્પિત હોવો જોઈએ જયારે બીજા તબક્કામાં પરિવાર સાથે રહેવાનો આનંદ લેવો જોઈએ. તેમાં સંતુલન બનેલું હોવું જોઈએ. (3પ.6)

(4:21 PM IST)