તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ક્રિકેટ જગતનો સૌથી ચોંકાવનારો કિસ્સો: લાકડીની જગ્યાએ દાદાએ બેટ પકડ્યું: 62 વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું
ફોકલેન્ડ આઈસલેન્ડ ક્રિકેટ ટીમ માટે રમતા એન્ડ્ર્યૂ બ્રાઉનલીએ ઇતિહાસ રચ્યો:તેણે 10 માર્ચે પોતાની ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચ રમી તે સમયે તેની ઉંમર 62 વર્ષ 147 દિવસ હતી.

અમદાવાદ : હાલ ભારતીય ક્રિકેટ ફેન્સમાં આઈપીએલનો ફિવર છવાયેલો છે. ક્રિકેટના આ સૌથી મોટા કાર્નિવલની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે, જેને સાંભળીને તમે પણ નવાઈમાં પડી જશો. ફોકલેન્ડ આઈસલેન્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના પ્લેયર એન્ડ્ર્યૂ બ્રાઉનલી પહેલા એવા પુરુષ ખેલાડી બની ગયા છે, જેણે 60 વર્ષની ઉંમર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.
એક ક્રિકેટરનું કરિયર વધુમાં વધુ 40 વર્ષની ઉંમર સુધી ચાલે છે, જોકે કેટલાક અપવાદ કેસમાં ખેલાડી 40-45ની ઉંમર સુધી પણ ક્રિકેટ રમે છે. મોટી ઉંમરે રમનાર ખેલાડીમાંથી એક નામ એમએસ ધોનીનું પણ છે. જોકે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂક્યો છે, પરંતુ હજુ પણ તે આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમે છે. કદાચ તમે કોઈ ક્રિકેટર 50 વર્ષની ઉંમર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ ફોકલેન્ડ આઈસલેન્ડના ખેલાડીએ તો 60 વર્ષની ઉંમર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે
એન્ડ્ર્યૂ બ્રાઉનલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરના ક્રિકેટર બની ગયા છે. 10 માર્ચે કોસ્ટા રિકા સામે તેણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેની ઉંમર 62 વર્ષ 147 દિવસ હતી.
ફોકલેન્ડ આઈસલેન્ડ માટે રમતા એન્ડ્ર્યૂ બ્રાઉનલીએ કોસ્ટા રિકા સામે 10, 11 અને 12 માર્ચે 3 મેચ રમી હતી. જોકે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. 3 મેચમાં તે માત્ર 6 રન બનાવી શક્યા હતા. તેણે બીજી મેચમાં બોલિંગ પણ કરી, પરંતુ તેને એકપણ વિકેટ મળી નહીં.
ફોકલેન્ડ આઈસલેન્ડ ક્રિકેટ ટીમની આ પહેલી આંતરરાષ્ટ્રીય સિરીઝ હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર 106મી ટીમ બની ગઈ છે. આ ટીમમાં 3 ખેલાડી 56 વર્ષથી વધુ ઉંમરના હતા. પ્લેઇંગ 11માં 2 ખેલાડીઓને બાદ કરતાં તમામ ખેલાડી 40ને પાર હતા
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
