તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
દિગ્ગજ બોક્સર જ્યોર્જ ફોરમેનનું 76 વર્ષની વયે અવસાન

નવી દિલ્હી: હેવીવેઇટ બોક્સિંગના દિગ્ગજ જ્યોર્જ ફોરમેનનું 76 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી. બિગ જ્યોર્જ તરીકે જાણીતા ફોરમેનએ 1960ના દાયકામાં પોતાની બોક્સિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો અને બે વખત વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યો. તેમનો પહેલો વ્યાવસાયિક પરાજય ૧૯૭૪માં ‘ધ રમ્બલ ઇન ધ જંગલ’ તરીકે ઓળખાતા ઐતિહાસિક મુકાબલામાં મુહમ્મદ અલી સામે થયો હતો.“અમારું હૃદય તૂટી ગયું છે,” પરિવારે એક નિવેદનમાં કહ્યું. “તેમણે અતૂટ શ્રદ્ધા, નમ્રતા અને હેતુથી ભરેલું જીવન જીવ્યું.”
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
