તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
લાંબા સમયથી ઈન્ટરનેશનલ ટીમમાંથી બહાર ચાલી રહેલા શાર્દુલ ઠાકુર અને તેના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ : લખનૌ સુપરજાયન્ટ્સમા ટીમાં પાછલા બારણેથી કરી લીધી એન્ટ્રી : શાર્દુલને મોહસિન ખાનની જગ્યાએ રિપ્લેસમેન્ટ મળ્યું
લખનૌ સુપરજાયન્ટ્સે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાર્દુલ ઠાકુરનું સ્વાગત કર્યું , LSGએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું, 'હેડલાઇન્સથી કોઈ ફરક પડતો નથી પરંતુ લોર્થી પડે છે. શાર્દુલ હવે ઘરમાં છે'

નવી દિલ્હી તા.૨૩
IPLમાં મોટા મોટા ખેલાડીઓ વેચાયા વગર રહી ગયા હતા, જેમાં શાર્દુલ ઠાકુરનો પણ સમાવેશ થતો હતો. જોકે, હવે શાર્દુલ ઠાકુરને એક વાતનો ફાયદો થઈ ગયો છે. શાર્દુલને મોહસિન ખાનની જગ્યાએ રિપ્લેસમેન્ટ મળ્યું છે.
લાંબા સમયથી ઈન્ટરનેશનલ ટીમમાંથી બહાર ચાલી રહેલા શાર્દુલ ઠાકુર અને તેના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ આવી ગયા છે. શાર્દુલ IPLના ઓક્શનમાં ન વેચાયેલા ખેલાડીઓમાંથી એક હતો, પરંતુ હવે તેની કિસ્મતના તાળા ખુલી ગયા છે. તેને એક ઉભરતી ટીમમાં જગ્યા મળી ગઈ છે. નિયમ પ્રમાણે જ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે પાછલા બારણેથી IPL 2025માં પ્રવેશ મળી ગયો છે. ટુર્નામેન્ટ શરૂ થયાના એક દિવસ પછી જ લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)એ ભારતીય ઝડપી બોલરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. LSGએ મોહસીન ખાનના સ્થાને શાર્દુલ ઠાકુરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઈજાના કારણે મોહસીન IPLમાંથી બહાર થઈ ગયો છે. શાર્દુલ ઠાકુલ ચેન્નાઈની ટીમમાંથી બહાર થયા બાદ ઓક્શનમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નહતો.
લખનૌ સુપરજાયન્ટ્સ 24 માર્ચે IPL 2025માં પોતાનું અભિયાન શરૂ કરી રહ્યું છે. તેની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે થવાની છે. આ માટે LGC ની ટીમ લખનૌથી વિશાખાપટ્ટનમ પહોંચી ગઈ છે. શાર્દુલ ઠાકુર પણ ટીમ સાથે વિઝાગ પહોંચી ગયો છે. શાર્દુલ LSG સાથે મુસાફરી કરી રહ્યો હોવાથી, તે સ્પષ્ટ હતું કે તે ગમે ત્યારે ટીમમાં પ્રવેશ કરી શકે છે. હવે આ અંગે સત્તાવાર અપડેટ પણ આવી ગયું છે. મોહસીન ખાનના સ્થાને લખનૌ ટીમમાં શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ ગઈ છે.
લખનૌ સુપરજાયન્ટ્સે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાર્દુલ ઠાકુરનું સ્વાગત કર્યું છે. LSGએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું, 'હેડલાઇન્સથી કોઈ ફરક પડતો નથી પરંતુ લોર્થી પડે છે. શાર્દુલ હવે ઘરમાં છે' આઈપીએલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે શાર્દુલની પસંદગી રજિસ્ટર્ડ લો લેવલ પ્લેયર પૂલ દ્વારા કરવામાં આવી છે. તેને બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા મળશે. આ તેની છઠ્ઠી IPL ટીમ હશે. શાર્દુલ ઠાકુર અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ), કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે રમી ચૂક્યા છે
શાર્દુલ ઠાકુરના નસીબે તેને અચાનક IPLમાં એન્ટ્રી આપી દીધી છે, પરંતુ મોહસીન ખાનનું દિલ તૂટી ગયું છે. મોહસીન ખાને પાછલી સિઝનમાં લખનૌ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની ગણતરી ટીમના ફ્રન્ટલાઈન પેસ બોલરોમાં થતી હતી, પરંતુ ઈજાએ તેના સપના ચકનાચૂર કરી નાખ્યા છે.
લખનૌ સુપરજાયન્ટ્સની સંપૂર્ણ ટીમ: ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, એડન માર્કરામ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, આકાશ દીપ, અવેશ ખાન, શમર જોસેફ, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, આર્યન જુયાલ, હિંમત સિંહ, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શીન કુલકર્ણી, મેથ્યુ બ્રીટ્ઝકે અને શાર્દુલ ઠાકુર.
લાંબા સમયથી ઈન્ટરનેશનલ ટીમમાંથી બહાર ચાલી રહેલા શાર્દુલ ઠાકુર અને તેના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ આવી ગયા છે. શાર્દુલ IPLના ઓક્શનમાં ન વેચાયેલા ખેલાડીઓમાંથી એક હતો, પરંતુ હવે તેની કિસ્મતના તાળા ખુલી ગયા છે. તેને એક ઉભરતી ટીમમાં જગ્યા મળી ગઈ છે. નિયમ પ્રમાણે જ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે પાછલા બારણેથી IPL 2025માં પ્રવેશ મળી ગયો છે. ટુર્નામેન્ટ શરૂ થયાના એક દિવસ પછી જ લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)એ ભારતીય ઝડપી બોલરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. LSGએ મોહસીન ખાનના સ્થાને શાર્દુલ ઠાકુરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઈજાના કારણે મોહસીન IPLમાંથી બહાર થઈ ગયો છે. શાર્દુલ ઠાકુલ ચેન્નાઈની ટીમમાંથી બહાર થયા બાદ ઓક્શનમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નહતો.
શાર્દુલ ઠાકુરને IPLની કોઈ ટીમે ખરીદ્યો નહોતો પરંતુ હવે તેણે આ ટીમાં પાછલા બારણેથી કરી લીધી છે એન્ટ્રી
લાંબા સમયથી ઈન્ટરનેશનલ ટીમમાંથી બહાર ચાલી રહેલા શાર્દુલ ઠાકુર અને તેના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ આવી ગયા છે. શાર્દુલ IPLના ઓક્શનમાં ન વેચાયેલા ખેલાડીઓમાંથી એક હતો, પરંતુ હવે તેની કિસ્મતના તાળા ખુલી ગયા છે. તેને એક ઉભરતી ટીમમાં જગ્યા મળી ગઈ છે. નિયમ પ્રમાણે જ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે પાછલા બારણેથી IPL 2025માં પ્રવેશ મળી ગયો છે. ટુર્નામેન્ટ શરૂ થયાના એક દિવસ પછી જ લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)એ ભારતીય ઝડપી બોલરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. LSGએ મોહસીન ખાનના સ્થાને શાર્દુલ ઠાકુરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઈજાના કારણે મોહસીન IPLમાંથી બહાર થઈ ગયો છે. શાર્દુલ ઠાકુલ ચેન્નાઈની ટીમમાંથી બહાર થયા બાદ ઓક્શનમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નહતો.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
