તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું. તે મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને અહીં લઈ આવશે : IPL માં નિવૃત્તિ અંગે એમએસ ધોનીએ આપ્યો જવાબ
સચિન તેંડુલકર પણ 50-51 વર્ષની ઉંમરે પણ એટલી જ સારી બેટિંગ કરી રહ્યો છે,તેથી મને લાગે છે કે ધોની હજુ પણ ઘણા વર્ષો સુધી રમી શકે છે : ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ

નવી દિલ્હી તા.૨૩
આજે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે ચેપોક, ચેન્નાઈ ખાતે રમાશે. આ સીઝન પહેલા પૂર્વ CSK કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા કે શું સીઝન 18 ધોનીની છેલ્લી IPL સીઝન હશે? શું ધોની આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લેશે? હવે આ મામલે એમએસ ધોનીએ જવાબ આપી દીધો છે.
CSK માટે રમવા વિશે ધોનીએ શું કહ્યું ?
ધોની આ વખતે IPL 2025 માં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. ધોની હાલ 43 વર્ષનો છે અને તે બીજી IPL સીઝન રમવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ મેચ પહેલા ધોનીએ કહ્યું કે હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું. તે મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને અહીં લઈ આવશે.
ધોની અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે
એમએસ ધોની પહેલી વાર આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રમતાં જોવા મળશે. વર્ષ 2019 માં ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ ત્યારથી ધોની IPL રમી રહ્યો છે. ધોનીના નિવેદન પરથી એવું લાગે છે કે તેમણે હજુ સુધી IPLમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો નથી.
કેપ્ટન ગાયકવાડે ધોની વિશે શું કહ્યું ?
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રેસ કોન્ફરન્સમાં ધોની વિશે કહ્યું કે જો તમે જુઓ તો સચિન તેંડુલકર પણ 50-51 વર્ષની ઉંમરે પણ એટલી જ સારી બેટિંગ કરી રહ્યો છે. તેથી મને લાગે છે કે તે હજુ પણ ઘણા વર્ષો સુધી રમી શકે છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
