તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટીંગ શરૂ : મુંબઈ ઇન્ડિયને આપ્યો 156 રનનો લક્ષ્યાંક: નૂર અહેમદે 4 વિકેટ ઝડપી.
મુંબઈએ તિલક વર્માના 31 રન અને સૂર્યકુમાર યાદવના 29 રનના આધારે 155 રન બનાવ્યા

IPL 2025 ની પ્રથમ ડબલ હેડર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરી રહી છે, જ્યાં ચેન્નાઈના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. ચેપોકમાં ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ તિલક વર્માના 31 રન અને સૂર્યકુમાર યાદવના 29 રનના આધારે 155 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે ફરી એકવાર સ્પિન બોલરનો જાદુ કામ આવ્યો અને નૂર અહેમદે 4 વિકેટ ઝડપી. હેડ ટુ હેડ મેચોની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 37 મેચોમાંથી મુંબઈએ 20 જીતી છે જ્યારે ચેન્નાઈએ 17 મેચ જીતી છે.
ચેપોક ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો અહીં મુંબઈની ટીમનો દબદબો છે. આ મેદાન પર બંને ટીમો 9 વખત સામસામે આવી ચૂકી છે, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 6 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ વર્ષ 2012માં ચેન્નાઈ સામે છેલ્લી મેચ જીતી હતી. મુંબઈ 13 વર્ષ બાદ આ મેદાન પર જીત નોંધાવવા ઈચ્છશે.
ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ 4-4 વિદેશી ખેલાડીઓ સાથે પ્રથમ મેચમાં પ્રવેશ કર્યો હતો. CSKએ રચિન રવિન્દ્ર, સેમ કુરાન, નૂર અહેમદ અને નાથન એલિસ સાથે 4 વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા.
મુંબઈએ રેયાન રિકલટન, વિલ જેક્સ, ટ્રેન્ટ બોલ્ટ અને મિશેલ સેન્ટનરને મેદાનમાં ઉતાર્યા છે. રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો, ખલીલે તેને શિવમ દુબેના હાથે કેચ કરાવ્યો હતો.
. રેયાન રિકલટન બીજી વિકેટ માટે આઉટ થયો હતો, તે 13 રનના વ્યક્તિગત સ્કોર પર ખલીલ અહેમદ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. અશ્વિને તેની પહેલી જ ઓવરમાં મુંબઈને બીજો ઝટકો આપ્યો જ્યારે તેણે 11 રનના અંગત સ્કોર પર વિલ જેક્સને શિવમ દુબેના હાથે કેચ કરાવ્યો. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી.
ચોથી વિકેટ તરીકે, સૂર્યકુમાર યાદવ 29 રન બનાવીને આઉટ થયો હતો, તે નૂર અહેમદના હાથે સ્ટમ્પ થયો હતો. રોબિન મિન્ઝ 9 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો, તે IPL ઈતિહાસમાં પ્રથમ આદિવાસી ખેલાડી છે. તિલક વર્મા 25 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. નમન ધીર 12 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
