News of Monday, 24th March 2025
IPL 2025ને લઇને મોટી ભવિષ્યવાણી: જાણો ક્યાં દિવસે પહેલીવાર એક ઇનિંગ્સમાં 300 રન બનશે !
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ટીમ 300 રન બનાવી શકી નથી. જો ક હવે રેકોર્ડબ્રેક રન બની શકે

મુંબઈ : IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે અને રનનો વરસાદ ચાલુ છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.
સ્ટેનના જણાવ્યા અનુસાર 17 એપ્રિલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમ 300 રન બનાવી શકે છે. ડેલ સ્ટેને તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંકેત આપ્યો છે કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 17 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચમાં આ ઐતિહાસિક સ્કોર બની શકે છે.
આ આગાહી પાછળ તાજેતરની મેચોનું પ્રદર્શન મુખ્ય કારણ છે. રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી મેચમાં SRH એ 6 વિકેટે 286 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ સર્વોચ્ચ સ્કોર હતો. આ પહેલા પણ SRH ઘણી વખત મોટો સ્કોર બનાવી ચૂક્યો છે અને IPLમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે.
SRHના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે ટીમના ખેલાડીઓ અત્યારે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતિશ રેડ્ડી બધા શાનદાર ફોર્મમાં છે. આ બેટ્સમેનોએ સાથે મળીને ઘણી વખત મોટો સ્કોર બનાવ્યો છે.
વાનખેડેની પીચ પર બેટ્સમેનોનું વર્ચસ્વ વાનખેડે સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. વધુ હાઈ-સ્કોરિંગ મેચો અહીં જોવા મળે છે.
આક્રમક ટીમની રમત SRH ટીમ આ સિઝનમાં આક્રમક ક્રિકેટ રમી રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં તેણે માત્ર પાવરપ્લેમાં 100+ રન બનાવ્યા છે
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ટીમ 300 રન બનાવી શકી નથી. જો કે, વર્તમાન ફોર્મને ધ્યાનમાં લેતા, SRH આ રેકોર્ડ તોડી શકે છે. ડેલ સ્ટેનની આગાહીને સાચી પાડવા માટે ટીમે આક્રમક શરૂઆત કરવી પડશે અને અંત સુધી રનની ગતિ જાળવી રાખવી પડશે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
