<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

આશુતોષએ લખનૌના મોં માંથી જીતનો કોળીઓ છીનવ્યો :દિલ્હીનો એક વિકેટથી શાનદાર વિજય

-લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા: દિલ્હીએ 19.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 211 રન બનાવી જીત હાંસલ કરી : આશુતોષ શર્માએ 31 બોલમાં 66 રન ફટકાર્યા

આશુતોષ શર્માની શાનદાર ઇનિંગના આધારે દિલ્હીએ લખનૌને 1 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.3 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આશુતોષ શર્માએ પોતાની તાકાત બતાવી

   ડીસીની આ જીતનો હીરો આશુતોષ શર્મા હતો, જેણે 31 બોલમાં 5 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી 66 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. 210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 65ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, આશુતોષે ટ્રિસ્ટન સ્ટબ્સ (34) અને વિપરાજ નિગમ (39) સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને ન માત્ર લક્ષ્યની નજીક લઈ ગયા પરંતુ તેમને શાનદાર જીત તરફ દોરી ગયા

  અગાઉ, નિકોલસ પૂરન (75 રન) અને મિશેલ માર્શ (72 રન)ની અર્ધસદીની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 209/8નો મજબૂત સ્કોર બનાવ્યો હતો અને તેમની વચ્ચે બીજી વિકેટ માટે 42 બોલમાં 87 રનની ભાગીદારી નોંધાવી હતી

  પૂરને 30 બોલમાં તેની વિસ્ફોટક ઇનિંગમાં છ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે મિચેલ માર્શે 36 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ડેવિડ મિલરે અણનમ 27 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સના બોલરોમાં મિચેલ સ્ટાર્ક સૌથી સફળ રહ્યો હતો, જેણે 42 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપ યાદવે 20 રનમાં બે વિકેટ લીધી હતી .

(11:45 PM IST)