તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
હવે ધોની ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો : પૂર્વ કેપ્ટને સુરેશ રૈનાનો રેકોર્ડ તોડ્યો, ત્રીજા નંબર પર ડુ પ્લેસિસ
IPLના ઈતિહાસમાં વિરાટ કોહલીએ ચેન્નાઈ સામે સૌથી વધુ રન બનાવ્યા , મેચ પહેલા વિરાટ રેકોર્ડથી માત્ર ચાર રન દૂર હતો જે તેણે 10 બોલ રમીને હાંસલ કર્યો હતો

નવી દિલ્હી તા.૨૯
IPL 2025ની મેચમાં બેંગલુરુએ ચેન્નાઈને 50 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 8 વિકેટ ગુમાવીને 146 રન જ બનાવી શકી હતી. ધોની નવમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, જેના માટે તેની ટીકા પણ થઈ રહી છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન વિરાટ કોહલીના નામે છે. 254 મેચમાં 8094 રન.એમએસ ધોની CSK માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો.પૂર્વ કેપ્ટને સુરેશ રૈનાનો રેકોર્ડ તોડ્યો, ત્રીજા નંબર પર ડુ પ્લેસિસ
વિરાટે IPLમાં અને CSK સામે પણ સૌથી વધુ રન બનાવ્યા છે.
IPL 2025માં ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં વિરાટ કોહલીની બેંગલુરુ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈને 50 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈની ટીમ ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ ધોનીએ સુરેશ રૈનાનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો.
હવે ધોની ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો જેણે CSK માટે 176 મેચ રમીને 4,687 રન બનાવ્યા હતા. હવે ધોનીએ 236 મેચમાં 4,699 રન બનાવ્યા છે.
ધોની અને રૈના બાદ ચેન્નાઈ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ફાફ ડુ પ્લેસિસ ત્રીજા સ્થાને છે, જે આ વખતે દિલ્હી તરફથી રમી રહ્યો છે. જોકે, ડુ પ્લેસિસ બંનેથી ઘણો પાછળ છે.
CSK માટે 2,721 રન બનાવવાનો રેકોર્ડ ડુ પ્લેસિસના નામે છે. વર્તમાન કેપ્ટન રુતુરાજ ગાયકવાડ આ યાદીમાં ચોથા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 2,433 રન પોતાના નામે કર્યા છે.
વિરાટે ચેન્નાઈ સામે સૌથી વધુ રન બનાવ્યા છે
IPLના ઈતિહાસમાં વિરાટ કોહલીએ ચેન્નાઈ સામે સૌથી વધુ રન બનાવ્યા છે. મેચ પહેલા વિરાટ રેકોર્ડથી માત્ર ચાર રન દૂર હતો, જે તેણે 10 બોલ રમીને હાંસલ કર્યો હતો.
CSK સામે રન
વિરાટ કોહલી: 1084 રન
શિખર ધવન: 1057 રન
રોહિત શર્માઃ 896 રન
દિનેશ કાર્તિક: 727 રન
ડેવિડ વોર્નર: 696 રન
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
