News of Saturday, 29th March 2025
ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો રેકોર્ડ
CSK મેચ હારી ગયું હતુંઃIPLના ઈતિહાસમાં ૩,૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ બનાવનાર જાડેજા પ્રથમ ખેલાડી

નવી દિલ્હી, તા.૨૯: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ભલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ચેપોકમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઈતિહાસ રચી દીધો છે. તે IPLના ઈતિહાસમાં ૩,૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
આ સિદ્ધિ જાડેજાએ RCB સામે પોતાની ૨૫ રનોની ઈનિંગ દરમિયાન હાંસલ કરી. તે બોલિંગમાં ટીમ માટે કંઈ ખાસ ન કરી શક્યો. તેણે ૩ ઓવરમાં ૩૭ રન ખર્ચીને એક પણ વિકેટ ન લીધી. રવિન્દ્ર જાડેજાએ IPLમાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી એક મોટો માઈલસ્ટોન હાંસલ કરી લીધો છે. RCB સામે જાડેજાએ ૧૯ બોલમાં ૨૫ રન બનાવ્યા, જેમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ છે. આ ઈનિંગે તેને IPLમાં ૩,૦૦૦ રનનો આંકડો પાર કરવામાં મદદ કરી, જ્યારે બીજી તરફ તે પહેલાથી જ ૧૦૦ વિકેટ લેનારા ક્લબનો હિસ્સો હતો. આવી રીતે જાડેજાએ IPLમાં ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી. તે IPL ઈતિહાસનો એકમાત્ર ખેલાડી બન્યો છે જેણે ૩,૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. જોકે, બોલિંગમાં તે મોંઘો સાબિત થયો.
RCBએ ૧૭ વર્ષ બાદ ચેપોકમાં પોતાની પહેલી જીત નોંધાવી અને ચેન્નાઈ સુપર કિંગ્સને ૫૦ રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇઝ્રમ્એ ૨૦ ઓવરમાં ૧૯૬/૭નો સ્કોર બનાવ્યો હતો, જેમાં રજત પાટીદારે ૩૨ બોલમાં ૫૧ રનની શાનદાર ઈનિંગ રમી.
CSKને ટાર્ગેટ ચેઝ કરવામાં મુશ્કેલી પડી અને તેઓ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૬ રન જ બનાવી શક્યા. CSK તરફથી રચિન રવીન્દ્રએ સૌથી વધુ ૪૧ રન બનાવ્યા, પરંતુ બાકીના બેટ્સમેનો દબાણમાં નિષ્ફળ રહ્યા. જોશ હેઝલવુડે ત્રણ વિકેટ લઈને આખી મેચ જ પલટી નાખી, જ્યારે યશ દયાલે બે વિકેટ લઈને CSK માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી કારણ કે RCBએ ચેપોકમાં ઐતિહાસિક જીત હાંસલ કરી.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
