તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Saturday, 29th March 2025
અમદાવાદ સ્ટેડિયમમાં રોહિત શર્મા અને શુભમન ગિલના નામે મોટી સિદ્ધિ નોંધાઈ
T20 મેચ રમનાર રોહિત શર્મા પ્રથમ ભારતીય ખેલાડી

અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનની આજે 9મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી ચે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ શરૂ થતાં જ MIના રોહિત શર્મા અને GTના શુભમન ગિલના નામે એક સિદ્ધિ નોંધાઈ ગઈ છે.
હકીકતમાં રોહિત શર્મા આજે પોતાની T20 કરિયરની 450મી મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. આ સાથે જ સૌથી વધુ T20 મેચ રમનાર રોહિત શર્મા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા બાદ સૌથી વધુ T20 મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી દિનેશ કાર્તિક છે, જેણે 412 મેચ રમી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને વિજેતા બનાવ્યા બાદ રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જે બાદ રોહિત માત્ર IPLમાં જ T20 રમતો જોવા મળી રહ્યો છે.
જો વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો, સૌથી વધુ T20 મેચ રમનાર ખેલાડીમાં સૌથી પહેલા નંબરે કિરોન પોલાર્ડનું નામ આવે છે, જે અત્યાર સુધીમાં 695 મેચ રમ્યો છે. જ્યારે રોહિત શર્મા 450 કે તેથી વધુ T20 મેચ રમનાર વર્લ્ડ ક્રિકેટનો બારમો ખેલાડી બની ગયો છે.
બીજી તરફ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે પણ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં શુભમન સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર બીજો ખેલાડી બની ગયો છે. શુભમન ગિલે 20 ઈનિંગ્સમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવા સાથે તેણે ડેવિડ વૉર્નર અને શૉન માર્શને પાછળ છોડી દીધા છે. આજની મેચમાં શુભમન ગિલે 27 બૉલમાં 38 રન ફટકાર્યા હતા, જે બાદ હાર્દિકે તેની વિકેટ લીધી હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
