<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

નોટબુક સ્ટાઈલ ઉજવણી કરવી દિવ્યેશ રાઠીને મોંઘી પડી: BCCIએ દંડ ફટકાર્યો: ગાવસ્કરે ઠપકો આપ્યો

પ્રિયાંશ આર્ય આઉટ થતાં દિગ્વેશ રાઠીએ પ્રિયાંક પાસે પહોંચ્યા અને બાજુમાં થઈને નોટબુક સેલિબ્રેશન કર્યું :બીસીસીઆઈએ કડક કાર્યવાહી કરી અને દંડ ફટકાર્યો

 

મુંબઈ : લખનઉ સુપર જાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં પંજાબે લખનઉને 8 વિકેટે હરાવ્યું હતું. જો કે મેચ દરમિયાન લખનઉના દિગ્વેશ રાઠીએ પંજાબના બેટ્સમેન પ્રિયાંશ આર્યની વિકેટ બાદ જે રીતે ઉજવણી કરી હતી તે હવે તેમને ભારે પડી છે. બીસીસીઆઈ આ માટે તેમને દંડ ફટકાર્યો છે.

 

આ ઘટના પંજાબ કિંગ્સની ત્રીજી ઓવર વખતે બની હતી. જ્યારે લખનઉએ બોલિંગ માટે દિગ્વેશ રાઠીને મોકલ્યો. પ્રિયાંશ આર્ય ત્યારે પિચ પર હતા અને પહેલી જ બોલમાં ચોગ્ગો ફટકાર્યો, જો કે પાંચમા બોલ પર પ્રિયાંશ આર્યને પોતાની જાળમાં ફસાવ્યો અને પુલ શોટ રમવાના પ્રયાસમાં બોલને યોગ્ય રીતે કનેક્ટ ન કરી શક્યા અને શાર્દુર ઠાકુરને કેચ આપી દીધો. જો કે પ્રિયાંશ આર્ય આઉટ થતાં દિગ્વેશ રાઠીએ પ્રિયાંક પાસે પહોંચ્યા અને તેમની બાજુમાં થઈને નોટબુક સેલિબ્રેશન કરતાં નજરે પડ્યા. આ અંગે તેમને અમ્પાયરે વોર્નિગ પણ આપી હતી.

 

જો કે આ સેલિબ્રેશન માટે બીસીસીઆઈએ કડક કાર્યવાહી કરી છે અને દિગ્વેશ રાઠીની મેચ ફીસ પર 25 ટકાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહિ લખનઉમાં મેચ દરમિયાન આચાર સંહિતાનો ભંગ કરવા બદલ એક ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો છે. આઈપીએલ તરફથી આ અંગે જણાવવામાં આવ્યું છે કે દિગ્વેશ સિંહે આઈસીસી આચાર સંહિતાના કલમ 2.5 હેઠળ લેવલ 1 સંબંધિત ગુનો કર્યો છે. જો કોઈ ખેલાડી લેવલ 1 માટે દોષિત ઠરે છે, તો તે કિસ્સામાં મેચ રેફરીનો નિર્ણય માન્ય અને અંતિમ રહેશે.

 

ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરને પણ દિગ્વેશની ઉજવણી કરવાની રીત પસંદ ન આવી અને કોમેન્ટ્રી દરમિયાન તેના પર નારાજગી વ્યક્ત કરચાં કહ્યું કે જો આ વિકેટ પાછલા બોલ પર ચોગ્ગો કે છગ્ગો ફટકાર્યા પછી પડી હોત અને આવી ઉજવણી થઈ હોત તો હું સમજી શકતો. એક બોલર તરીકે તમારી પાસે છ બોલ છે, જો તમે પાંચ ડોટ બોલ ફેંકો છો અને છેલ્લા બોલ પર વિકેટ મેળવી આવું કંઈક કરો છો, તે સમજી શકાય તેવું નથી. પરંતુ આ પ્રકારની હરકતોનો અર્થ એ છે કે તમને વિકેટ મળવાની અપેક્ષા નહોતી અને તમે તે મેળવી લીધી અને તમે હવે દેખાડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.

(1:38 PM IST)