<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

IPL 2025: MI અને KKR વચ્ચેની મેચ એક મહાન રેકોર્ડના નામે રહી : ડેબ્યુટન્ટ અશ્વિનીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: ડેબ્યુટન્ટ અશ્વિની કુમારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 12મી મેચમાં ચાર વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને વર્તમાન સિઝનની પહેલી જીત અપાવી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા આપવામાં આવેલા 117 રનના નાના લક્ષ્યનો પીછો કર્યા પછી, MI એ ફક્ત 12.5 ઓવરમાં જ મેચ 8 વિકેટે જીતી લીધી. આ મેચ MI માટે અને રેકોર્ડ બુક માટે પણ શાનદાર રહી.મોહાલીના 23 વર્ષીય ડાબોડી ઝડપી બોલર અશ્વિની કુમાર તેના IPL ડેબ્યૂ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર બન્યા છે. તેણે 24 રન આપીને ચાર વિકેટ લીધી. તે પોતાના પહેલા જ IPL મેચમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. IPLમાં ડેબ્યૂ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલરના મામલે અલઝારી જોસેફ નંબર વન છે, જેમણે 2019 માં મુંબઈ ઇન્ડિયન્સ માટે 12 રન આપીને 6 વિકેટ લીધી હતી.આ મેચમાં KKR એ ફક્ત 116 રન બનાવ્યા અને તે IPL 2025 સીઝનનો સૌથી ઓછો સ્કોર હતો. આ સિઝનમાં ત્રીજા મેચમાં KKRનો આ બીજો પરાજય હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને કેકેઆર અત્યાર સુધી ત્રણ મેચોમાં બે મેચ હારી ગયા છે અને એક-એક મેચ જીતી છે. પરંતુ ખાસ વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સે 24મી વખત કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે. આઈપીએલમાં કોઈ પણ ટીમે એક પણ પ્રતિસ્પર્ધીને આટલી વાર હરાવ્યો નથી. તે જ સમયે, KKR ને વાનખેડે સ્ટેડિયમ ખાતે MI સામે તેની 10મી હારનો સામનો કરવો પડ્યો છે.આ મેચમાં, MI ના સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 9 બોલમાં 27 રનની જ્વલંત ઇનિંગ્સ રમી અને T20 ક્રિકેટમાં પોતાના આઠ હજાર રન પણ પૂરા કર્યા. તે T20I માં ભારતનો 5મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ કિસ્સામાં નંબર વન વિરાટ કોહલી ૧૨,૯૭૬ રન સાથે છે. રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈના ટોપ-૫માં અન્ય ભારતીય બેટ્સમેન છે.

 

(6:01 PM IST)