<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ગુજરાત ટાઈટન્સની ઇનિંગ શરૂ : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીતવા માટે 170 રનનો આપ્યો ટાર્ગેટ

લિયામ લિવિંગસ્ટને સૌથી વધુ 54 રન બનાવ્યા: સિરાજે 3 વિકેટ ઝડપી :આર સાઈ કિશોરે બે વિકેટ અને અરશદ ખાન, પ્રસિદ કૃષ્ણા અને ઈશાંત શર્માએ 1-1 વિકેટ લીધી

IPL 2025ની 14મી મેચમાં ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પડકારનો સામનો કરી રહી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. તેણે ગુજરાતને 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. RCB તરફથી લિયામ લિવિંગસ્ટને સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 33 અને ટિમ ડેવિડે 32 રન બનાવ્યા હતા.

  ગુજરાત માટે મોહમ્મદ સિરાજે બોલિંગમાં તબાહી મચાવી હતી. તેણે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. આર સાઈ કિશોરે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. અરશદ ખાન, પ્રસિદ કૃષ્ણા અને ઈશાંત શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

  RCBએ તેના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે જ ગુજરાતે કાગીસો રબાડાના સ્થાને અરશદ ખાનને સ્થાન આપ્યું છે. રબાડા અંગત કારણોસર આ મેચમાં નથી રમી રહ્યો. આરસીબીની ટીમ આ સિઝનમાં પ્રથમ વખત તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રવેશી છે. તેણે તેની છેલ્લી બે મેચ જીતી છે. RCBએ ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતામાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા હતા

  ગુજરાત ટાઇટન્સ સિઝનમાં પ્રથમ વખત તેમના હોમ ગ્રાઉન્ડમાં નથી રમી રહ્યા. તેણે છેલ્લી બે મેચ અમદાવાદમાં રમી છે. તેને ત્યાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી શુભમન ગિલની ટીમે વાપસી કરીને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. RCB પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ અને +2.266 નેટ રનરેટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ગુજરાત 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. તેનો નેટ રન રેટ +0.625 છે.

(9:52 PM IST)