તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th April 2025
IPL 2025: LSG સામેની મેચ પહેલા સૂર્યકુમાર, તિલક અને દીપકે કર્યા રામલલાના દર્શન

નવી દિલ્હી: સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, દીપક ચહર અને કર્ણ શર્મા જેવા મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ IPL 2025 માં તેમની આગામી મેચ પહેલા અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ લખનૌ સુપરજાયન્ટ્સ સામે થવાની છે. ગુરુવારે, મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેમાં સૂર્યકુમાર યાદવ અને દીપક ચહર તેમની પત્નીઓ દેવીશા અને જયા સાથે મંદિરમાં જોવા મળ્યા હતા.આ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સે મંગળવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાના પહેલા ઘરઆંગણેની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવીને સતત બે હારનો સિલસિલો તોડ્યો હતો.આ જીતમાં યુવા બોલર અશ્વની કુમારે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લીધી અને KKRને 16.2 ઓવરમાં માત્ર 116 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ IPL ડેબ્યૂમાં કોઈપણ ભારતીય બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. બાદમાં, રાયન રિકેલ્ટને અણનમ 62 રન બનાવીને ટીમને 12.5 ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચાડી દીધી.જીત બાદ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખુશી વ્યક્ત કરી અને MI માટે સતત મજબૂત પ્રતિભા શોધવાનો શ્રેય ફ્રેન્ચાઇઝના સ્કાઉટ્સને આપ્યો. તેમણે કહ્યું, "ઘરઆંગણે જીત હંમેશા ખાસ હોય છે. ટીમના દરેક ખેલાડીએ યોગદાન આપ્યું, જેનાથી વધુ ખુશી મળી. અમે અશ્વિનમાં કંઈક ખાસ જોયું અને તેથી જ તેને તક આપવામાં આવી."
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
